CM ની ભાજપના નેતાઓને સલાહ,ટિકીટ કોને મળે છે તેની ચિંતા ન કરો,ભાજપના વિજય માટે કામે લાગી જાવ

|

May 13, 2022 | 7:27 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) ત્રણેય ઝોનના કોર્પોરેટરો સાથે અલગ અલગ બેઠક કરી હતી.જેમાં તેઓએ કોર્પોરેટરોને પૂછ્યું હતું કે મેયર સહિતના પદાધિકારીઓ તમારા કામ કરે છે કે કેમ ? જો કે તમામ કોર્પોરેટરોએ આ તેના વિસ્તારમાં વિકાસના કામો થતા હોવાનો દાવો કર્યો હતો.

CM ની ભાજપના નેતાઓને સલાહ,ટિકીટ કોને મળે છે તેની ચિંતા ન કરો,ભાજપના વિજય માટે કામે લાગી જાવ
Rajkot CM Bhupendra Patel

Follow us on

ગુજરાતના( Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  રાજકોટની મુલાકાતે હતા.રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાલમાં પ્રથમ વખત કોઇ મુખ્યમંત્રી મનપાની કચેરીએ આવી પહોંચ્યા હતા.મનપામાં ત્રણ ઝોન પ્રમાણે ભુપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો સાથે ચર્ચા કરી હતી.જેમાં ભુપેન્દ્ર પટેલે ભાજપના નેતાઓને ચૂંટણી માટે કામે લાગી જવા માટેની સૂચના આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે હવે ગણતરીના મહિનાઓમાં ચૂંટણી છે ત્યારે તમામ કાર્યકર્તાઓએ ચૂંટણીના કામે લાગી જવું જોઇએ.ભૂપેન્દ્ર પટેલે ટકોર કરતા કહ્યું હતું કે ટિકીટ કોને મળે છે તેના પર ધ્યાન આપવાને બદલે વિજય પર ધ્યાન આપવું જોઇએ. ભાજપ પક્ષે જ આપણને સૌને મોટા કર્યા છે. ધારાસભાની ટીકીટને કોઇ પણને મળે, ભાજપના વિજયને નિશ્ર્ચિત કરવાનો છે. રાજકોટ સહિત ગુજરાતમાં જે પરિણામો આવે તે સીધા દિલ્હી સુધી પહોંચે છે આથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દેશના વિકાસની યાત્રાને ધ્યાનમાં રાખીને સૌએ કામ કરવાનું છે. એકંદરે મુખ્યમંત્રીએ અંગત કરતા પક્ષની વધુ ચિંતા કરવા સલાહ આપી હતી.

મુખ્યમંત્રીએ કોર્પોરેટરોને પૂછ્યું,પદાધિકારીઓ તમારા કામ કરે છે ને ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય ઝોનના કોર્પોરેટરો સાથે અલગ અલગ બેઠક કરી હતી.જેમાં તેઓએ કોર્પોરેટરોને પૂછ્યું હતું કે મેયર સહિતના પદાધિકારીઓ તમારા કામ કરે છે કે કેમ ? જો કે તમામ કોર્પોરેટરોએ આ તેના વિસ્તારમાં વિકાસના કામો થતા હોવાનો દાવો કર્યો હતો.

વિકાસ કામોમાં સહયોગની મુખ્યમંત્રીએ ખાતરી આપી

આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને આ કામો અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વિકાસના કામો માટે સરકાર તમારી સાથે છે જે પણ કામ હોય તે સરકાર પૂરતી મદદ કરશે તેવું પણ જણાવ્યું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભૂપેન્દ્ર પટેલના રાજકોટમાં દિવસભર કાર્યક્રમો રહ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓ પહેલા રામપરા બેટી ખાતે વિચરતી જતી જાતિના લોકોને આવાસનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ તેઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે કોર્પોરેટરોને મળીને વિકાસ કામોની સમીક્ષા કરી હતી.ત્યારબાદ તેઓએ હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને મળ્યા હતા ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વિકાસકામોની સમીક્ષા કરી હતી.આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણી,પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,મેયર પ્રદિપ ડવ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Published On - 7:23 pm, Fri, 13 May 22

Next Article