વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી ગુજરાત વિકાસનું પર્યાય બન્યું, મેડિકલ સેવાઓ સુલભ બની : CM

|

May 28, 2022 | 3:49 PM

પીએમ મોદી (PM MODI )28 મેના રોજ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી ગુજરાત વિકાસનું પર્યાય બન્યું, મેડિકલ સેવાઓ સુલભ બની : CM
વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે

Follow us on

પીએમ મોદી (PM MODI)આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે પીએમ મોદી આટકોટમાં (ATKOT) મલ્ટિ સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM BHUPENDRA PATEL) સંબોધન કર્યું હતું. રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના કાર્યકાળના 8 વર્ષ પુરા કરવા બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં. અને સીએમએ વડાપ્રધાનના સુશાસનની પ્રશંસા કરી હતી.

સુશાસનના પ્રણેતા આપણી વચ્ચે છે : CM ભૂપેન્દ્ર પટેલ

ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?

આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિચારો કે પહેલાના સમયમાં સાંજના સાત વાગે રાજયના ગામડાઓમાં વિજળી મળતી ન હતી. અને લોકો સાત વાગ્યા બાદ ઘરમાંથી નિકળી શકતા ન હતી. ત્યારે મોદીના સુશાસનમાં આજે રાજય અને દેશમાં નાનામાં નાના ગામડામાં વિજળીની વ્યવસ્થા થઇ છે. આ સાથે રાજયમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટે મેડિકલની બેઠકો વધારવાની વાત પણ સીએમએ કરી હતી.આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પહેલા સમયમાં યાદ કરો કે પાણી માટે ગામડાઓની દીકરીઓ અને મહિલાઓને ઠેરઠેર ભટકવું પડતું હતું. ત્યારે વડાપ્રધાનના પ્રયાસો થકી જ આજે નાનામાં નાના ગામડાઓમાં ઘરેઘરે નળ થકી પાણી મળી રહ્યું છે.

આ પ્રસંગે તેમણે હોસ્પિટલના ઉદઘાટનને અનુલક્ષીને જણાવ્યું કે મોદી સરકારના શાસનમાં આજે આરોગ્ય સેવાઓ દેશ અને રાજયમાં સુલભ બની છે. અને વડાપ્રધાન જન આરોગ્ય સેવા અને મા અમૃતમ યોજના થકી લોકોને સસ્તી આરોગ્ય સેવાઓ મળી રહી છે. જેને કારણે આજે દેશના ગામડાઓ અને ગરીબ વર્ગ પણ આ સેવાઓનો આસાનીથી લાભ રહી છે. આ અન્વયે સીએમએ વધુમાં જણાવ્યું કે આટકોટની આ હોસ્પિટલના ઉદઘાટન થકી સમગ્ર જસદણ તાલુકાના લોકોને આરોગ્ય સેવાનો આસાનીથી લાભ મળી રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, આજે રાજકોટના આટકોટમાં આનંદનો અવસર છે. કે. ડી. પરવાડિયા હોસ્પિટલ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘર આંગણે આરોગ્યની અદ્યતન સુવિધાઓ આપવા જઇ રહી છે. સુશાસનના સિધ્ધાંતોને અનુસરીને ગુજરાત સરકારે બહુમુખી વિકાસની કેડી કંડારી છે. પહેલા આરોગ્યની સુવિધાઓ માટે દૂર-દૂર જવુ પડતું હતું. પરંતુ હવે અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થવા લાગી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કે.ડી.પરવાડીયા હોસ્પિટલ આશિર્વાદ સમાન બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગંભીર બીમારીઓ આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની વર્ષોની બચત હોસ્પિટલના ખર્ચમાં વપરાઇ જતી હોય છે. ત્યારે પી.એમ.જે.એ.વાય. યોજનાએ ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારોને આરોગ્યનું સુરક્ષા કવચ પૂરૂ પાડ્યું છે. પી.એમ.જે.વાય. યોજનાનો આશરે બે કરોડ પચ્ચીસ લાખ લોકો લાભ લઇ રહ્યા છે, તેમજ આપણા દિકરા-દિકરીઓને મેડીકલ અભ્યાસ માટે બહાર જવું ન પડે તે માટે એમ.બી.બી.એસ.ની 1700 અને પી.જી.ની 2000 સીટ નિશ્ચિત કરાઇ છે. ગુજરાત સરકાર દ્વારા ભવિષ્યમાં નવી 8 મેડીકલ સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવશે.

 

અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે

પીએમ મોદી 28 મેના રોજ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે. માત્ર જસદણ જ નહીં અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે NICUની પણ ખાસ સુવિધા છે.

હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે

આ હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ ન હોઈ તો કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તેવો પ્રયાસ કરાશે. જેની પાસે આરોગ્ય માટેના કાર્ડ નહિ હોય તો પણ સારવાર કરવામાં આવશે. જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે. દર વર્ષે આ હોસ્પિટલ ચલાવવા પાછળ 1 કરોડનો ખર્ચ થશે. આ હોસ્પિટલથી સૌરાષ્ટ્રમાં આરોગ્યના નામે નવો ઇતિહાસ રચાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસને લઈને લોકોમાં ઉત્સાહ છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત રાજ્ય સરકારનું મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે.

Published On - 12:01 pm, Sat, 28 May 22

Next Article