Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં(Gujarat) વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. જેના પગલે રાજકીય પક્ષો ભાજપ(BJP)કોંગ્રેસ અને આપ દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જો કે મેનેજમેન્ટમાં માસ્ટર ગણાતી ભાજપે તો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.રાજકોટ ભાજપના એક આગેવાને ભાજપની ઉમેદવારોની પસંદગીને લઇને ક્વાયત વિશે માહિતી આપી હતી.ટીવીનાઇન સાથેની વાતચીતમાં આ આગેવાને ભાજપ દ્રારા દરેક વિધાનસભા દીઠ ઉમેદવારોની પસંદગીને લઇને શરૂ કરવામાં આવેલી ક્વાયત,તેમાં સંભવિત ઉમેદવારોને લગતા પૂછાતા પ્રશ્નો,સંભવિત ઉમેદવારના ચારિત્ર્યથી લઇને કાર્યકર્તાઓ સાથેના સબંઘો અને તેની કામ કરવાની ક્ષમતા સહિતના પ્રશ્નોની વિશેષ માંગતો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
આવા અનેક પ્રશ્નો અલગ અલગ વિધાનસભાના અગ્રણી કાર્યકર્તાઓને પુછવામાં આવી રહ્યા છે.ભાજપના નેતાએ દાવો કર્યો છે કે તેમને આવેલો ફોન અંદાજિત 35 મિનીટ સુધી ચાલ્યો હતો જેમાં સંભવિત ઉમેદવાર અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપ દ્રારા ઉમેદવારોની પસંદગીને લઇને ક્વાયત તેજ કરવામાં આવી છે.વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનું નામ પાર્ટીના મવડી મંડળને ધ્યાને મૂક્યું હતું જે બાદ પ્રદેશ ભાજપ દ્રારા એક વિધાનસભા બેઠક દીઠ 6 નામો પર મ્હોર લગાડવામાં આવી છે અને આ નામોને આધારે તેનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.આ સર્વેનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં રજૂ કરવામાં આવશે જેના આધારે ઉમેદવારોના નામનો નિર્ણય લઇ શકાશે.
રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર ઝોનની 54 વિધાનસભાના પ્રભારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના સંગઠન પ્રભારી રત્નાકર,મહામંત્રી વિનોદ ચાવડા,ઉપાધ્યાક્ષ ભરત બોઘરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.સંભવિત ઉમેદવારો અને હાલમાં જે નામોની ચર્ચા રહેલી છે તેઓની ટિકીટ અંગે મહામંત્રી વિનોદ ચાવડાએ કહ્યું હતું કે ભાજપમાં ઉમેદવારોની પસંદગીની એક પ્રક્યિા છે.પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ સેન્સ આધારીત નામોની ચર્ચા કરે છે અને તે નામને આખરી મંજૂરીની મ્હોર લગાડવામાં આવતી હોય છે..
Published On - 5:17 pm, Wed, 29 June 22