Gujarat : અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખની નિમણૂંક બાદ આગેવાનો વચ્ચે ગજગ્રાહ વકર્યો

|

Aug 03, 2021 | 5:36 PM

અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખની નિમણૂક બાદ આગેવાનો વચ્ચે ગજગ્રાહ વકર્યો છે. કોળી સમાજના નવા વરાયેલા પ્રમુખ અજીત પટેલ અને રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા વચ્ચે શાબ્દિક જંગ શરૂ થયો છે.

Gujarat : અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખની નિમણૂક બાદ આગેવાનો વચ્ચે ગજગ્રાહ વકર્યો છે. કોળી સમાજના નવા વરાયેલા પ્રમુખ અજીત પટેલ અને રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા વચ્ચે શાબ્દિક જંગ શરૂ થયો છે. કુંવરજી બાવળિયાએ કહ્યું કે સમાજના સભ્ય પણ ન હોય તેવા વ્યક્તિને પ્રમુખ બનાવ્યા છે. અજમેરમાં મળેલી બેઠક જ સમાજના બંધારણથી વિપરીત હતી. કુંવરજી બાવળિયાએ કહ્યું કે મારી સામે આક્ષેપો કરવાવાળાનું કોઈ અસ્તિત્વ જ નથી. સમાજના નવનિયુક્ત પ્રમુખ ખોટા નિવેદનો કરીને સમાજના ભાગલા પાડી રહ્યાં છે.

 

ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયાએ અત્યંત વ્યસ્તતાને કારણે કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપતા અજીત પટેલે આક્ષેપ કરતા કહ્યું હતુ કે બાવળિયાને કારણે કોળી સમાજને નુકસાન થયું છે. બાવળિયાના પ્રધાન પદે રહેવાથી કોળી સમાજને જોઈએ તેવો ફાયદો નથી થયો. જો કે અજીત પટેલના આક્ષેપનો બાવળિયાએ ફગાવી દીધા છે.

Next Video