ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ જેતલસરમાં પાટીદાર દીકરીની હત્યાની ઘટનાને તાજી કરાવી, સાયકો પ્રેમીએ છરીના 28 ઘા ઝીંક્યા હતા

|

Feb 17, 2022 | 6:25 PM

માર્ચ 2021માં જેતપૂરના જેતલસર ગામમાં સગીર દીકરીને હત્યા કરવામાં આવી. ગામમાં જ રહેતો અને કડિયાકામ કરીને ગુજરાન ચલાવતો જયેશ સરવૈયા નામનો શખ્સે એકતરફી પ્રેમમાં તેની હત્યા નીપજાવી દીધી હતી

ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ જેતલસરમાં પાટીદાર દીકરીની હત્યાની ઘટનાને તાજી કરાવી, સાયકો પ્રેમીએ છરીના 28 ઘા ઝીંક્યા હતા
ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ જેતલસરમાં પાટીદાર દીકરીની હત્યાની ઘટનાને તાજી કરાવી,સાયકો પ્રેમીએ છરીના 28 ઘા ઝીંક્યા હતા

Follow us on

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya) ની હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં હતા. રાજ્ય આખું હચમચી ગયું છે. જોકે આ ઘટનાએ થોડા સમય પહેલા જેતલસર (Jetalsar) માં થયેલી પાટીદાર (Patidar) દીકરીને હત્યાની ઘટનાને તાજી કરી દીધી છે. ગ્રીષ્માની જેમ જ જેતપુરના જેતલસર ગામમાં રહેતી શ્રુષ્ટિ કિશોરભાઇ રૈયાણી નામની દીકરીને છરીના 28 જેટલા ઘા મારીને હત્યા કરાઇ હતી.

હત્યારો શ્રુષ્ટિના એક તરફી પ્રેમમાં હતો જેનું નામ જયેશ સરવૈયા છે. હત્યારે અત્યારે તો જેલના સળિયા પાછળ છે અને ટુંક સમયમાં તેને સજા જાહેર કરાશે પણ સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની વાતો વચ્ચે આવા કિસ્સાઓ સમાજ માટે ખુબ જ ચિંતાજનક છે.

કેવી રીતે થઇ હતી હત્યા ?

માર્ચ 2021માં જેતપૂરના જેતલસર ગામમાં સગીર દીકરીને હત્યા કરવામાં આવી. ગામમાં જ રહેતો અને કડિયાકામ કરીને ગુજરાન ચલાવતો જયેશ સરવૈયા નામનો શખ્સે એકતરફી પ્રેમમાં તેની હત્યા નીપજાવી દીધી હતી. જયેશ શ્રુષ્ટિના દુરના સગામાં છે જેથી તે શ્રુષ્ટિના ઘરે અવારનવાર જતો હતો શ્રુષ્ટિ શાળાએ જતી ત્યારે જયેશ તેનો પીછો કરતો હતો અને તેને પરેશાન કરતો હતો જેથી શ્રુષ્ટિએ આ વાત તેના પિતાને કરી અને શ્રુષ્ટિના પિતાએ જયેશના પિતાને આ વાત કરી હતી જેથી જયેશને થોડા સમય માટે ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હત્યા થઇ તે દિવસે જયેશ સવારથી બહાર હતો તે પહેલા વિરપુર ગયો અને ત્યાંથી છરીની ખરીદી કરી તે શ્રુષ્ટિના ઘરે પહોંચ્યો હતો અને તેને એમ હતું કે તેના ઘરમાં કોઇ નથી પરંતુ શ્રુષ્ટિના ઘરે તેનો ભાઇ પણ હતો જોકે તેમ છતાં જયેશે શ્રુષ્ટિને છરીને 28 જેટલા ધા ઝીંકી દીધા હતા અને મોતને ઘાટ ઉતારી દીધી હતી જ્યારે શ્રુષ્ટિના ભાઇને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી.હત્યાના ગણતરીની કલાકોમાં પોલીસે જયેશને પકડી પાડ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ ઘટનાના ઘેરા પ્રત્યાધાતો પડ્યાં હતા

શ્રુષ્ટિ સાથે બનેલી ઘટનાના પાટીદાર સમાજ અને જેતપુર જેતલસર પંથકમાં ઘેરા પ્રત્યાધાતો પડ્યાં હતા.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના આપી હતી.આખું ગામ શ્રુષ્ટિના દુખમાં જોડાયું હતું અને હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઇ હતી.

હત્યારો જયેશ જેલહવાલે, ફાસ્ટટ્રેકમાં ચાલી રહ્યો છે કેસ

શ્રુષ્ટિનો હત્યારો જયેશ સરવૈયા હાલ જેલ હવાલે છે. જયેશે કરેલી હત્યાનો કેસ ફાસ્ટકોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં નામદાર કોર્ટ દ્રારા આ કેસમાં જોડાયેલા મોટાભાગના લોકોના નિવેદનો લઇ લેવામાં આવ્યા છે. આ કેસ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આ કેસ પુરો થશે અને હત્યારાને કોર્ટ દ્રારા કડકમાં કડક સજા સંભળાવવામાં આવશે.

આવા કિસ્સાઓ સમાજ માટે ખુબ જ ચિંતાજનક છે. રાજ્ય સરકારે પણ આવા કિસ્સાઓમાં જે પણ ગુનેગાર હોય તેને દાખલારૂપ સજા આપવી ખુબ જ જરૂરી છે.

આ પણ વાંચોઃ Surat : બજેટ ચર્ચાના બીજા દિવસે શાસક-વિરોધ પક્ષ વચ્ચે હોબાળો, આપ દ્વારા મેયરના રાજીનામાની માંગણી

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને સાથે રાખી ઘટના સ્થળે પોલીસ દ્વારા રી-કન્ટ્રક્શન કરાયુ

Next Article