Forest guard exam: પરીક્ષાર્થી યુવતીએ કહ્યું, પ્રશ્નપત્રનું કવર તૂટેલુ હતું, વિરોધ છતાં તપાસ ન થઇ

|

Mar 29, 2022 | 1:23 PM

આ અંગે પરીક્ષાર્થીએ કહ્યું હતું કે હજારો યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે ત્યારે તેમની મહેનત પર પાણી ન ફરે તે માટે યોગ્ય તપાસ થવી જોઇએ અને જવાબદાર સામે કાર્યવાહી કરીને જરૂર જણાય તો પરીક્ષા રદ્દ થવી જોઇએ.

Forest guard exam: પરીક્ષાર્થી યુવતીએ કહ્યું, પ્રશ્નપત્રનું કવર તૂટેલુ હતું, વિરોધ છતાં તપાસ ન થઇ
Symbolic image

Follow us on

તાજેતરમાં યોજાયેલી વન રક્ષકની પરીક્ષા (Forest guard exam) માં ગેરરિતી થઇ હોવાનો પરીક્ષાર્થી (Examiner) એ આક્ષેપ કર્યો છે.રાજકોટ (Rajkot) ના મોટામૌવામાં આવેલી ઉડાન શાળાના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા (Exam) આપવા ગયેલી ગીતા માલી નામની પરીક્ષાર્થીએ કહ્યું હતું કે પરીક્ષા શરૂ થાય તે પહેલા પ્રશ્નપત્ર (Question paper) નું કવર ત્રણ ઇંચ જેટલું તૂટેલું હતું અને તેમાં ટેપથી કવરને પેક કરવામાં આવ્યું હતું, જ્યારે મેં વિરોધ (protest) કર્યો ત્યારે વન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી હતી પરંતુ પેપર પુરૂ થયા બાદ કંઇ જ કાર્યવાહી ન થઇ.

આ અંગે પરીક્ષાર્થીએ કહ્યું હતું કે આ અંગે ફોરેસ્ટ વિભાગના અધિકારીએ તપાસનો આદેશ આપ્યો હતો પરંતુ જ્યારે પરીક્ષા પૂર્ણ થઇ ત્યારબાદ કોઇ જ કાર્યવાહી થઇ નથી. મેં ત્યારે ફોટો પાડવા કહ્યું હતું ફોટો પણ પાડ્યો હતો પરંતુ ત્યારબાદ જે તપાસ થવી જોઇએ તે થઇ રહી નથી જેનો વિરોધ છે. હજારો યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે ત્યારે તેમની મહેનત પર પાણી ન ફરે તે માટે યોગ્ય તપાસ થવી જોઇએ અને જવાબદાર સામે કાર્યવાહી કરીને જરૂર જણાય તો પરીક્ષા રદ્દ થવી જોઇએ.

માત્ર ત્રણ ઇંચ કવર તૂટેલું હતું,કોઇ ગેરરિતી થઇ નથી-શાળા સંચાલક

આ અંગે ઉદાન શાળાના સંચાલકે કહ્યું હતું કે મારા અનુભવ પ્રમાણે કેઇ ગેરરિતી થઇ હોય તેવું લાગતું નથી કારણ કે જે કવર તૂટેલું હતું કે માત્ર ૩ ઇંચ જેટલું જ હતું,તેમાંથી પેપર નીકળી શકે તેવી કોઇ શક્યતા નથી.તેમ છતા વિધાર્થીઓની જે ફરિયાદ હતી તેના આધારે પંચ રોજકામ કરીને સીસીટીવી ફુટેજ વન વિભાગને સોંપી દેવામાં આવ્યા છે વન વિભાગ તેના આધારે તપાસ હાથ ધરશે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે આ પેપર લીક નથી, કોપી કેસ છે

રાજયભરમાં વન રક્ષક  ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી જેનું પેપર પણ ફૂટી ગયું હોવાની જાણકારી મળી છે ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું કે આ પેપર લેવાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવેલી હતી. તેમના દ્વારા જ આ પરીક્ષા લેવાઈ હતી અને આ એક કોપી કેસ છે જેને ખોટી રીતે રજુ કરીને સરકારને બદનામ કરવાનો અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar: ખેડૂતોને 6 કલાક વીજળી આપવા મુદ્દે આજે રાજ્ય સરકાર અને કિસાન સંઘ વચ્ચે બેઠક, કિસાન સંઘ જાહેર કરશે અગામી કાર્યક્રમ

આ પણ વાંચોઃ Gandhinagar: CM બાદ હવે ભાજપ પાર્ટી પ્રમુખ પાટીલની ડિનર ડિપ્લોમસી, ચૂંટણીની રણનીતિ મુદ્દે થઈ શકે છે ચર્ચા

Next Article