Rajkot News: સૌરાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, પ્રથમવાર રાજકોટ પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે દેશમાં સંપૂર્ણ સ્વદેશી નવ જેટલી 'વંદે ભારત' ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું છે, જે કે દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સડક માર્ગ, હવાઈ માર્ગ તથા રેલ માર્ગ મળીને પરિવહન ક્ષેત્રે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. જે પૈકી જામનગર-અમદાવાદ રેલવે રુટની સૌથી ઝડપી 'વંદે ભારત' ટ્રેનનું રાજકોટમાં ઢોલ-નગારાંના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે.

Rajkot News: સૌરાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, પ્રથમવાર રાજકોટ પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત, જુઓ Video
| Edited By: | Updated on: Sep 24, 2023 | 5:06 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરમાં એકસાથે નવ સેમી હાઇ સ્પીડ ટ્રેન ‘વંદે ભારત’ એક્સપ્રેસનો શુભારંભ કરાયો છે. જે પૈકી જામનગર-અમદાવાદ રેલવે રુટની સૌથી ઝડપી ‘વંદે ભારત’ ટ્રેનનું રાજકોટમાં ઢોલ-નગારાંના નાદ સાથે રાજ્યના મંત્રી રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા, તથા મુળુ બેરાએ ફૂલોથી ટ્રેનનું સ્વાગત કરાયું હતું.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે દેશમાં સંપૂર્ણ સ્વદેશી નવ જેટલી ‘વંદે ભારત’ ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું છે, જે દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના નેતૃત્વમાં ભારતે સડક માર્ગ, હવાઈ માર્ગ તથા રેલ માર્ગ મળીને પરિવહન ક્ષેત્રે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ ‘મેક ઈન ઈન્ડિયા’ તથા ‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાર્થક કર્યું છે. કાર્યનિષ્ઠ આગેવાનો અને અધિકારીઓની મહેનતના પરિણામે ‘વંદે ભારત’ ટ્રેનની સુવિધા પ્રાપ્ત થઈ છે, જેનો આનંદ વ્યક્ત કરું છું.

પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પંથકને સૌ પ્રથમ ‘વંદે ભારત’ ટ્રેન મળી છે, જેના થકી જામનગર-અમદાવાદની ટ્રેનમાં મુસાફરો સગવડ સાથે આરામદાયક મુસાફરી કરી શકશે. રાજકોટ, જામનગર, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સ્ટેશન ખાતે સ્ટોપ કરનારી ‘વંદે ભારત’ ટ્રેનથી વેપાર-ધંધાને ફાયદો થશે. લોકોની લાગણી અને માંગણીને માન આપીને આ ટ્રેનનો રૂટ દેવભૂમિ દ્વારકા સુધી લંબાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

આસિસ્ટન્ટ ડિવિઝન રેલવે મેનેજર જી. પી. સૈનીએ સૌરાષ્ટ્રને પહેલી ‘વંદે ભારત’ ટ્રેન પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાના ઉદ્દેશથી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને સંપૂર્ણ રીતે દેશમાં જ આ ટ્રેનનું નિર્માણ કરાયું છે. આનંદદાયક મુસાફરી માટે આ ટ્રેનની ચેર 360 ડિગ્રીએ ફરી શકે છે. આ ટ્રેન જામનગરથી બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ તેમજ અમદાવાદથી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે. ત્યારે રેલવે ગ્રાહકો માટે આ ટ્રેન ઉપયોગી બનશે, તેવી આશા છે.

આ પણ વાંચો : Rajkot Video : સિટી બસચાલકે મહિલાને અડફેટે લેતા લોકોમાં રોષ, બસમાં કરી તોડ ફોડ

જંકશન રેલવે સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ તેમજ ‘વંદે ભારત’ ટ્રેનની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. મહાનુભવોને ઔષધીય રોપાં અને પુષ્પગુચ્છ આપીને આવકારાયા હતાં. તેમજ કાર્યક્રમમાં કલાકારોએ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતાં. આ તકે સાંસદો મોહન કુંડારીયા, રામ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય ઉદય કાનગડએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ‘વંદે ભારત’ ટ્રેનમાં જનતા સાથે મુસાફરીનો લ્હાવો લીધો હતો.
આ તકે મેયર નયના પેઢડીયા,ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના આગેવાનો તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો