ગુજરાતમાં સરકારના આયોજનના અભાવે ખેડૂત વીજ કાપથી પરેશાન : લલિત કગથરા

|

Oct 23, 2021 | 3:31 PM

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે. ખેડૂતોને હાલમાં પિયત માટેનો સમય હોવાથી ભારે હાલાકી પડી રહી છે. તેમજ કૂવામાં પાણી છે છતા લાઇટ ન હોવાથી પિયત થઇ શકતું નથી

ગુજરાતમાં(Gujarat) કોલસાની અછત સૌરાષ્ટ્રમાં વર્તાવા લાગી છે. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં વીજકાપથી(Power Cut) ખેડૂતોની(Farmers)  મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ગામડાંઓમાં 2 થી 3 કલાક વીજળી મળી રહી છે. તેમજ 8 કલાક વીજળીના બદલે ઓછી વીજળી મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જેમાં કોંગ્રેસના(Congress)  ધારાસભ્ય લલિત કગથરાએ( Lalit Kagathra) સરકાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે. ખેડૂતોને હાલમાં પિયત માટેનો સમય હોવાથી ભારે હાલાકી પડી રહી છે. તેમજ કૂવામાં પાણી છે છતા લાઇટ ન હોવાથી પિયત થઇ શકતું નથી. જયારે ઉઘોગોને વીજળી મળી જાય છે પણ ખેડૂતોને મળતી નથી. સરકારના આયોજનના અભાવને કારણે ખેડૂતો પરેશાન થઈ રહે છે.

ધારાસભ્ય લલિત કગથરાએ  ટીવી નાઇન સાથેની વાતચીતમાં જણાવ્યું જે અત્યારે સરકારે સમજવાની જરુંર છે. ખેડૂતને સૌથી વધારે પાણીની જરૂર છે. કપાસના પાકને છેલ્લા પાણીની જરૂર છે નહિતર ડીંડવા ખરી જાય અને ખેડૂતને નુકશાન થાય. તેમજ સરકાર માત્ર ખેતીમાં વીજ કાપ આપે છે પરંતુ ઉદ્યોગોમાં આપતી નથી. સરકારની નીતિ ખેડૂતોને પતાવવાની છે.

જ્યારે બીજી તરફ પાટણ જિલ્લાના ખેડૂતોના એક વિડીયોને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમજ જો ખેડૂતોની માંગ સંતોષવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ અંગે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ” પાટણ જિલ્લામાંથી ખેડૂત મિત્રોએ આ વિડીયો મોકલી સરકાર ખેડૂતોને કેટલી હદે પ્રતાડિત કરી રહી છે તેની વ્યથા ઠાલવી છે.મારી સરકારને વિનંતી છે કે ખેડૂતોને પર્યાપ્ત વીજળી આપવામાં આવે, નહીં તો ખેડુતોને સાથે રાખી આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ”

આ પણ વાંચો : ગુજરાતમાં વીજ કાપની કોઈ પરિસ્થિતિ સર્જાવાની નથી, લોકો અફવાથી દૂર રહે : તુષાર ભટ્ટ

આ પણ વાંચો :સુરતમાં લોભામણી સ્કીમના બહાને 12. 60 લાખની છેતરપીંડીની ફરિયાદ,પોલીસે તપાસ શરૂ કરી

Published On - 3:31 pm, Sat, 23 October 21

Next Video