રાજકોટના જેતપુરમાં માત્ર 3 લાખ જેવી નજીવી કિંમતે પ્લોટ ખરીદવાની હરાજી,જાણો વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

રાજકોટના જેતપુરમાં માત્ર 3 લાખ જેવી નજીવી કિંમતે પ્લોટ ખરીદવાની હરાજી,જાણો વિગત
| Updated on: Jan 08, 2024 | 2:46 PM

રાજકોટ: ગુજરાતના રાજકોટના જેતપુરમાં Jana Small Finance Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. રાજકોટના જેતપુરમાં આવેલી સ્થાવર મિલકત એટલે પ્લોટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 48.25 ચોરસ મીટર છે.

આ પણ વાંચો-  અમદાવાદના વાડજમાં માત્ર 46 લાખ રુપિયામાં ફ્લેટ ખરીદવાની તક, જાણો શું છે તેની વિગત

તેની રિઝર્વ કિંમત 2,96,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 29,600 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 10 હજાર રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 31 જાન્યુઆરી 2024,બુધવારે સાંજે 5 કલાકની છે. ઇ-હરાજીની તારીખ 01 ફેબ્રુઆરી 2024,ગુરુવારે બપોરે 02.00 કલાકથી બપોરે 3 કલાકની રાખવામાં આવી છે.

 

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:40 pm, Mon, 8 January 24