દિવાળી બાદ સૌરાષ્ટ્રમાં વધ્યા કોરોનાના કેસ, રાજકોટ જૂનાગઢ અને ભાવનગરમાં કુલ 11 કેસો સામે આવ્યાં

|

Nov 09, 2021 | 1:44 PM

રાજકોટ શહેરના શારદાનગર અને હરીનગરમાં કોરોનાના કેસ નોંધાયા છે. ચારેયમાંથી કોઈ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તો સૌરાષ્ટ્રમાં કોરોનાના એક સાથે 11 કેસ સામે આવ્યા છે.

RAJKOT : દિવાળીનો તહેવાર પૂર્ણ થતાં સૌરાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 4 કેસ આવ્યા. રાજકોટ શહેરના શારદાનગર અને હરીનગરમાં કોરોનાના કેસ નોંધાયા છે. ચારેયમાંથી કોઈ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તો સૌરાષ્ટ્રમાં કોરોનાના એક સાથે 11 કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 4 ,જૂનાગઢ શહેરમાં 3 અને ગ્રામ્યમાં 2 જ્યારે ભાવનગરમાં 2 કેસ સામે આવ્યા છે. તો આ સાથે રાજકોટ શહેરમાં 5 ,ગીર સોમનાથમાં 2 અમે 7 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે 8 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,764 થઈછે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 10,090 પર સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,457 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસોની સંખ્યા 217 પર પહોચી છે. તો આજે રાજ્યમાં કુલ 3,92,615 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Kamla Nehru Hospital : 4 બાળકોને ભરખી જનાર ચાઈલ્ડ વોર્ડમાં શોર્ટ-સર્કિટથી લાગી હતી આગ, બિલ્ડિંગમાં ફાયર હાઇડ્રાઇડ ઘણા વર્ષોથી હતું ઠપ્પ

આ પણ વાંચો : IND vs NAM: રિષભ પંતનો પગ આકસ્મિક રીતે બેટ્સમેનના બેટ સાથે અથડાયો, પંતે જે કર્યું ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Video

Next Video