Breaking News : રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનના મોત

રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનના મોત થયા છે. આ યુવાનોને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવાનોને મૃત જાહેર કર્યા હતા. કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના યુવાનોના મોત નીપજ્યા છે.

Breaking News : રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનના મોત
Rajkot
| Edited By: | Updated on: Sep 20, 2023 | 5:41 PM

Rajkot : રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકના (Heart Attack) કારણે ત્રણ યુવાનના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મૃત્યુ પામેલા યુવકોની વાત કરીએ તો, એક 26 વર્ષીય યુવાન છે, તો બીજાની ઉમંર 40 વર્ષ છે, જ્યારે અન્ય એક 41 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે.

આ યુવાનોને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવાનોને મૃત જાહેર કર્યા હતા. કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના યુવાનોના મોત નીપજ્યા છે.

આ પણ વાંચો Rajkot: રાજકોટના ધોરાજી PSI દ્વારા મહિલા સરપંચને હેરાનગતીનો ગંભીર આક્ષેપ, કાર્યવાહીની માંગ કરાઈ, જુઓ Video

બે યુવાનના સારવાર મળે પહેલા થયા મોત

જકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકના કારણે ત્રણ યુવાનોના મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે. હાર્ટ એટેકથી મોતનો પ્રથમ બનાવ રાજકોટના રૈયા રોડ પર આવેલા હનુમાન મઢી વિસ્તારમાં બન્યો હતો. અહીંની તિરૂપતિ સોસાયટીમાં રહેતા કિશન ધાબલીયા નામના 26 વર્ષીય યુવાનને છાતીમાં દુઃખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નિપજ્યું હતું.

તો આવી જ રીતે રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ વાળા નામના 40 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. સવારે છાતીમાં દુઃખાવો ઉપડતા રાજેન્દ્રસિંહને પણ પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી બેભાન હાલતમાં સિવિલ લઈ જવાયો હતો. પરંતુ, સિવિલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

એક યુવાનનું સિવિલમાં સારવાર દરમિયાન મોત

શહેરના કાલાવડ રોડ પર આવેલી અવધ હાઉસિંગ સોસાયટીમાં રહેતો મહેન્દ્ર પરમાર નામનો 21 વર્ષીય યુવાન પણ હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યો. મંગળવારની રાત્રે છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મહેન્દ્રને સિવિલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:40 pm, Wed, 20 September 23