Breaking News : ‘CBI ના અધિકારીઓએ રૂપિયાથી ભરેલો થેલો ઘરમા મૂકીને અમને ફસાવ્યા’, મૃતક બિશ્નોઈના પુત્રએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને લખ્યો પત્ર

મૃતક બિશ્નોઇના પુત્ર આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને લખેલા પત્રએ ખળભળાટ મચાવી દીધો છે.તેમણે લખેલા પત્રમાં CBI ના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવો જોઇએ,તેવી માગણી પણ કરી છે.

Breaking News : CBI ના અધિકારીઓએ રૂપિયાથી ભરેલો થેલો ઘરમા મૂકીને અમને ફસાવ્યા, મૃતક બિશ્નોઈના પુત્રએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને લખ્યો પત્ર
| Edited By: | Updated on: Mar 29, 2023 | 10:49 AM

JM Bishnoi Suicide Case :  જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસમાં એક તરફ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મૃતક બિશ્નોઈના પરિવારજનો દ્વારા CBI અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.ત્યારે હવે મૃતક બિશ્નોઇના પુત્ર આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને લખેલા પત્રએ ખળભળાટ મચાવી દીધો છે.તેમણે લખેલા પત્રમાં CBI ના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવો જોઇએ,તેવી માગણી પણ કરી છે.

અધિકારીઓએ ઘરે ઘુસીને અસભ્ય વર્તન કર્યાનો આક્ષેપ

તેમણે વધુ પત્રમાં લખ્યુ છે કે, CBI ના અધિકારીઓએ ઘરે સર્ચ દરમિયાન કહ્યું હતું કે ‘તું તારા પિતાનું મોઢું ક્યારેય જોઇ નહીં શકે,તારા પિતા મોટી રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સાથે માથાકૂટ કરી છે એટલે પતાવવા પડશે’ . તો સાથે જ તેમણે CBIના અધિકારીઓએ તેમના ઘરે ઘુસીને અસભ્ય વર્તન કર્યાનો પણ આક્ષેપ લગાવ્યો છે. એટલું જ નહીં ઘરનું તાળું તોડીને પ્રવેશ કર્યો અને રૂપિયા ભરેલો થેલો બહારથી લાવીને CBI ના અધિકારીઓ કોરા કાગળમાં સહી કરાવવા ઇચ્છતા હતા.

જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને લખેલા પત્રથી ખળભળાટ

CBIના અધિકારીઓએ સ્પીકર ફોનમાં તેના પિતા સાથે વાત કરી હતી ત્યારે તેના પિતા પરિવારને વચ્ચે ન લાવવા આજીજી કરી રહ્યા હતા. ઉપરાંત આદિત્યએ દાવો કર્યો છે કે CBI એ સર્ચ દરમિયાન જે વાતો કહી છે તેનું ઓડિયો રેકોર્ડિંગ તેની પાસે છે.ત્યારે હાલ તો આદિત્યના CBI ના અધિકારી સામેના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે.

Published On - 6:21 am, Wed, 29 March 23