રાજકોટના મેયરના વોર્ડમાં જ રખડતા ઢોરનો ત્રાસ, એક વૃદ્ધનો જીવ ગયો

|

Mar 23, 2022 | 4:40 PM

આ અંગે મેયર પ્રદિપ ડવે કહ્યું હતું કે વૃધ્ધના મોતની ઘટના દુખદ છે અને પરિવાર સાથે મારી સંવેદના છે.જો કે રખડતાં ઢોરને લઇને તંત્ર કામગીરી કરી રહ્યું છે.છેલ્લા ત્રણ મહિનામાં જ 3 હજારથી વધારે રખડતાં ઢોરને પકડી પાડવામાં આવ્યા છે.

રાજકોટના મેયરના વોર્ડમાં જ  રખડતા ઢોરનો ત્રાસ, એક વૃદ્ધનો જીવ ગયો
An old man died after being tortured by stray cattle in the mayor's ward of Rajkot (મૃતક ફોટો)

Follow us on

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા (RMC) રખડતાં ઢોર (Stray cattle)અંગે ગમે તેટલા દાવાઓ કરતું હોય પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઇક અલગ છે. શહેરના મવડી મેઇન રોડ પર મંગળવારે રાત્રીના સમયે વિનુભાઇ મકવાણા નામના વ્યક્તિ પોતાના બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે ડિવાઇડર ક્રોસ કરીને બે આખલા તેના બાઇક સાથે અથડાયા અને વિનુભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. વિનુભાઇને સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. વિનુભાઇના મૃત્યુના સમાચાર સાંભળી પરિવારજનો શોકમાં ડુબી ગયા હતા અને રખડતાં ઢોરના ત્રાસ સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.

કાકાનો વલોપાત, રખડતાં ઢોર સામે પગલા લો, પરિવારનો આધાર ગુમાવ્યો

આ અંગે વિનુભાઇ મકવાણાના કાકાએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં પોતાનું દુખ વ્યક્ત કરતા કહ્યું હતું કે રખડતાં ઢોર ડિવાયડર ક્રોસ કરીને આવી ગયા હતા અને અમે અમારા સ્વજનને ગુમાવ્યા છે અન્ય એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયા છે જેની પણ પાંસળીઓ તૂટી ગઇ છે.અમે પરિવારનો આધાર ગુમાવ્યો છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી રખડતાં ઢોરનો ત્રાસ દુર થવો જોઇએ તેવી અમારી માંગ છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

ઘટના દુખદ છે. તંત્ર કામગીરી કરે છે-મેયર

આ અંગે મેયર પ્રદિપ ડવે કહ્યું હતું કે વૃધ્ધના મોતની ઘટના દુખદ છે અને પરિવાર સાથે મારી સંવેદના છે.જો કે રખડતાં ઢોરને લઇને તંત્ર કામગીરી કરી રહ્યું છે.છેલ્લા ત્રણ મહિનામાં જ 3 હજારથી વધારે રખડતાં ઢોરને પકડી પાડવામાં આવ્યા છે.ઘટનાની ગંભીરતાને જોતા આ ઝુંબેશ વઘુ વેગવંતી બનાવી દેવામાં આવશે.જે વ્યક્તિના રખડતાં ઢોર મળી આવ્યા છે તેની સામે દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જવાબદાર માલધારી સામે એફઆરઆઇ નોંધો-કોંગ્રેસ

આ અંગે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું હતું કે રખડતાં ઢોર મામલે જે પણ જવબાદાર છે તેની સામે કાર્યવાહી કરવી જોઇએ.મહાનગરપાલિકા દ્રારા ઢોર પર ટેગિંગની કામગીરી કરી છે ત્યારે આ ઢોરનું ટેગિંગની ચકાસણી કરીને જવાબદાર ઢોરના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરીને એફઆરઆઇ નોંધવી જોઇએ.ભાજપ પોતાની વોટબેંક બચાવવા માટે નિયમોનો ભંગ થવા દે છે અને માલધારીઓને કંઇ થવા દેતા નથી..

મહત્વનું છે કે શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ દુર કરવા માટે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી આર પાટીલે મેયરને ટકોર કરી હતી જે બાદ મહાનગરપાલિકા દ્રારા આ ઝુંબેશને વધુ ઝડપી કરી હતી અને ઢોર પકડ પાર્ટી એક પારીના બદલે બે પારી કરી દીઘી હતી અને ચાર ટીમો દ્રારા ઢોરને પકડવામાં આવી રહ્યા છે.સરેરાશ એક મહિનામાં એક હજારથી વધારે રખડતાં ઢોરને પકડવામાં આવી રહ્યા છે.જો કે સમસ્યા યથાવત છે.

આ પણ વાંચો: CUET 2022 Exam Pattern: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ પેટર્ન અને સિલેબસ, એપ્રિલથી શરૂ થશે રજીસ્ટ્રિશન

આ પણ વાંચો: ECGC PO Recruitment 2022: ESGCમાં POની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Published On - 3:32 pm, Wed, 23 March 22

Next Article