Jetpur APMCની ચૂંટણીમાં તમામ 16 બેઠકો બિનહરીફ, 40 વર્ષ બાદ પ્રથમ વખત જેતપુર યાર્ડ બિનહરીફ થયું

|

Oct 09, 2021 | 11:42 PM

Jetpur APMC elections : જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Jetpur APMC)ની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 તથા રૂપાંતરની બે મળીને 6 બેઠકોમાં કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી તે બીનહરીફ થઈ છે

RAJKOT : રાજકોટ માર્કેટ યાર્ડની પ્રતિષ્ઠાજનક ચૂંટણીમાં સહકારી ક્ષેત્રમાં દબદબા વિશે તાકાતનાં પારખા થઈ ગયા બાદ હવે જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Jetpur APMC)ની ચૂંટણી બીનહરીફ થઈ છે. 16 બેઠકો માટે 17 ફોર્મ ભરાયા હતા.પરંતુ તેમાંથી એક પાછુ ખેંચાતા જેતપુર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 16 બેઠકો બિનહરીફ થઇ છે.

જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Jetpur APMC)ની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 તથા રૂપાંતરની બે મળીને 6 બેઠકોમાં કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી તે બીનહરીફ થઈ છે.વેપારી વિભાગમાં ચાર બેઠક માટે એક-એક ફોર્મ ભરાયા હતા . આજે ફોર્મ ચકાસણીમાં તમામ 17 ફોર્મ માન્ય રહ્યા હતા.જેતપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના સમર્થનમાં તમામે તમામ 16 બેઠકો બિનહરીફ થઇ છે.

વેપારી વિભાગમાંથી એક ઉમેદવારને સમજાવટપૂર્વક ફોર્મ પાછુ ખેંચાવવાના પ્રયત્નો શરૂ થયા હતા.તેના આધારે તમામ 16 બેઠકો બીનહરીફ થઈ. જેતપુર રાજયના પૂર્વ મંત્રી તથા જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયાનું મતક્ષેત્ર છે.સમગ્ર રાજકોટ જીલ્લાના સહકારી ક્ષેત્ર પર રાદડીયા જુથનો દબદબો છે. રાજકોટ યાર્ડની ચૂંટણીમાં તે સાબીત થઈ જ ચુકયુ હતુ હવે પોતાના જ મતક્ષેત્રનાં યાર્ડને બીનહરીફ કરાવીને તેનાં દ્વારા તાકાતના વધુ એક પરિચય આપી દેવામાં આવ્યો છે.

જયેશ રાદડીયાએ વાતચીતમાં કહ્યું કે 30 વર્ષથી સહકારી ક્ષેત્રનો ભરોસો જીતી રાખ્યો છે. વેપારી વિભાગમાં માત્ર એક ફોર્મ વધુ ભરાયું તે પાછું ખેંચતા તમામ બેઠકો બિનહરીફ થતા જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Jetpur APMC)ની તમામ 16 બેઠકો બીનહરીફ થઈ છે.

આ પણ વાંચો : ઓછી હાજરીને કારણે રાજ્યસભાના 28 સાંસદોને વિવિધ સ્ટેન્ડિંગ કમિટીમાંથી બહારનો રસ્તો બતાવાયો

Next Video