Rajkot: જાણીતા વકીલ પર મહિલા ASIના પતિ સહિત 6થી 7 શખ્સોએ હુમલો કર્યો

|

Apr 25, 2022 | 10:06 AM

સ્કોર્પિયોમાં લાકડી, દંડા સાથે આવેલા આરોપીઓએ કુંડા અને ઘરની બહારનો કેટલોક સામાન તોડ્યો હતો. આ હુમલાખોરો સીસીટીવીમાં કેદ થયા છે. આ અંગે બાતમી મળતા જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Rajkot: જાણીતા વકીલ પર મહિલા ASIના પતિ સહિત 6થી 7 શખ્સોએ હુમલો કર્યો
CCTV

Follow us on

રાજકોટ(Rajkot) ના જાણીતા વકીલ (lawyer) રિપન ગોકાણી પર અજાણ્યા 6થી 7 શખ્સોએ હુમલો કર્યો હતો. એરપોર્ટ રોડ પર આવેલા રામેશ્વર ચોકમાં અપશબ્દો બોલવાની ના પાડતા જ ઉશ્કેરાયેલા લોકોએ મારામારી શરૂ કરી હતા. સ્કોર્પિયોમાં લાકડી, દંડા સાથે આવેલા આરોપીઓએ કુંડા અને ઘરની બહારનો કેટલોક સામાન તોડ્યો હતો. આ હુમલાખોરો સીસીટીવીમાં કેદ થયા છે. આ અંગે બાતમી મળતા જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે જસ્મીન માઢક અને તેના સગીર વયના પુત્ર સાથે ભાવિન દેવડા તેમજ ભુપત બાંભવાને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્કોર્પિયો કાર પણ કબ્જે કરી લીધી છે. આ હુમલાખોરોમાં સામેલ એક શખ્સ મહિલા (woman) પોલીસ સ્ટેશનના મહિલા ASIનો પતિ છે.

હુમલાની ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી જરૂરી માહિતી મેળવી નીચેના અધિકારીઓને આરોપીઓની શોધખોળ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઘટના બાબતે એસીપી પ્રમોદ દીયોરાએ જણાવ્યું હતું કે, જાણીતા વકીલ રિપન ગોકાણી પોતાના ઘર પાસે બેઠા હતા. ત્યારે કેટલાક લોકો સ્કોર્પિયો કારમાં આવ્યા હતા. કારમાંથી ઉતરીને તેમણે વકીલ પર હુમલો કર્યો હતો. તેમજ વાહનમાં અને કુંડામાં તોડફોડ કરી હતી. જાણવા મળતી વિગત મુજબ હુમલાખોર પુરુષની પત્ની રાજકોટ પોલીસના મહિલા પોલીસ મથકમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવે છે. સ્કોર્પિયો કારના નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાણીતા વકીલે યુવાનને ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉશ્કેરાઇ જઇ અન્ય છ થી સાત લોકો સાથે મળી હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ હુમલાખોર પોલીસ સકંજામાં આવી ચૂકયો હોવાની પણ વાત પોલીસ સુત્રો દ્વારા મળી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં હુમલા પાછળનું સાચું કારણ શુ સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

આ પણ વાંચોઃ Valsad: ઉમરગામના એક પરિવારે પોતાના દીકરાને મોત બાદ પણ જીવંત રાખ્યો, અંગ દાનથી 3 લોકોને જિંદગી આપી

આ પણ વાંચોઃ Kutch: જખૌના દરિયા કિનારાથી ATSએ ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો, 9 પાકિસ્તાનીઓની ધરપકડ

Next Article