જસદણમાં સોફ્ટવેર એન્જિનિયરે પોતાના લગ્નમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 50 બોટલ રક્ત એકત્રિત કર્યું, અનોખી રીતે સામાજિક ક્રાંતિનો આપ્યો સંદેશ

Rajkot: જસદણના ઢોલરિયા પરિવારે લગ્નપ્રસંગમાં રક્તદાન કેમ્પ યોજી સામાજિક ક્રાંતિનો અનોખો સંદેશ આપ્યો છે. ઢોલરિયા પરિવારે પોતાના પુત્રના લગ્નમાં રક્તદાન કેમ્પ યોજી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 50 બોટલ રક્ત એકત્રિત કર્યુ હતું.

જસદણમાં સોફ્ટવેર એન્જિનિયરે પોતાના લગ્નમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 50 બોટલ રક્ત એકત્રિત કર્યું, અનોખી રીતે સામાજિક ક્રાંતિનો આપ્યો સંદેશ
લગ્નપ્રસંગમાં રક્તદાનકેમ્પ
| Edited By: | Updated on: Feb 11, 2023 | 7:26 PM

બે પરિવારોના મિલન સમા લગ્ન સમારોહને દરેક વ્યક્તિ અલગ અલગ રીતે ઉજવતી હોય છે. ત્યારે જસદણના ઢોલરીયા પરિવારે પોતાના પુત્રના લગ્નને અનોખી રીતે ઉજવીને સામાજિક ક્રાંતિ તરફ ડગ માંડવાનો પ્રયાસ કર્યો છે. ઢોલરીયા પરિવારના પુત્ર કાર્તિક ઢોલરીયાના લગ્ન પ્રસંગે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા કાર્તિકના લગ્નમાં 50 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ.

કાર્તિક ઢોલરીયા એ પોતાના લગ્ન પ્રસંગને કંઈક અનોખી રીતે ઉજવવા માટે આયોજન કર્યું હતું. જેમાં તેને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર તેમણે પોતાના સ્નેહીજનો અને વડીલો સમક્ષ રજૂ કર્યો હતો. જેથી પરિવારના લોકોએ પણ આ વિચારને સમર્થન આપ્યું હતું અને બિરદાવ્યો હતો. યુવાનો અને સંબંધીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. જેથી 50 બોટલ રક્ત એકત્રિત થયું હતું. જે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના જીવન માટે આપવામાં આવ્યું છે.

કાર્તિક ઢોલરીયાના લગ્ન પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તેમજ ગ્લોબલ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા તેમજ જસદણ તાલુકા કન્વીનર નરેશભાઈ દરેડ, મુન્નાભાઈ સોજીત્રા, જેડીભાઇ ઢોલરીયા અને પરિવારજનોએ દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુક્યો હતો, ત્યારબાદ યુવાનો આધેડો તથા મહિલાઓ દ્વારા હરખભેર રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રીતે લગ્ન પ્રસંગમાં અનોખો સામાજિક ક્રાંતિનો સંદેશ વહેતો થયો હતો.

આ પણ વાંચો:  Gujarati Video : રાજકોટની જસદણ નગરપાલિકામાં હલકી ગુણવત્તાવાળા કામ સામે કમિશર કચેરીએ લાલ આંખ કરી, જવાબદારોને ફટકારી નોટીસ

લગ્ન પ્રસંગમાં આવેલા રક્તદાતા વિપુલભાઈએ જણાવ્યું હતું કે કાર્તિકના લગ્ન અમને આજીવન યાદ રહેશે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આજે કોઈ વિચારતું નથી ત્યારે કાર્તિકભાઈએ તેમના લગ્નમાં અનોખું આયોજન કર્યું અને તેમાં મારી જેમ દરેક સગા સંબંધીઓએ રક્તદાન કરીને જીવનદાનનો સંદેશ આપ્યો છે. તેથી અમારી સૌ કોઈને વિનંતી છે કે આ પ્રકારના કાર્ય જો દરેક સામાજિક પ્રસંગોએ શરૂ કરવામાં આવે તો રક્તની અછત દૂર થાય અને થેલેસમિયાગ્રસ્ત બાળકોને જીવનનો કોઈ પ્રશ્ન ઊભો ન થાય.

ઈનપુટ ક્રેડિટ- રાજેશ લિંબાસીયા- જસદણ

Follow Us