Rajkot જિલ્લામાં લમ્પી વાયરસના લીધે 22 પશુઓના મોત

|

Jul 29, 2022 | 7:01 PM

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે કહેર મચાવી દીધો છે.ત્યારે રાજકોટમાં લમ્પી વાયરસનો ખતરો યથાવત જોવા મળતા પશુપાલકો ચિંતિત થયા છે. લમ્પી વાયરસથી વધુ 5 પશુઓના મોત થતા પશુપાલન વિભાગ દોડતું થયું છે.

રાજકોટ(Rajkot) જિલ્લામાં લમ્પી વાઈરસથી(Lumpy Virus)  સંક્રમિત થનારા પશુઓની સંખ્યા સતત વધી રહી છે. જેમાં પશુપાલના વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે 1678 પશુને ચેપ ફેલાયો અને 22ના મૃત્યુ થયા છે. રાજકોટ જિલ્લાના 276 ગામમાં લમ્પી વાઈરસનો ચેપ પ્રસર્યો છે. તો પશુપાલન વિભાગની 49 ટીમ પશુઓને લમ્પી વાઈરસની રસી લગાવી રહી છે. પશુઓને લમ્પી વાઈરસથી બચાવવા તંત્ર સક્રિય બન્યું છે.

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે કહેર મચાવી દીધો છે.ત્યારે રાજકોટમાં લમ્પી વાયરસનો ખતરો યથાવત જોવા મળતા પશુપાલકો ચિંતિત થયા છે. લમ્પી વાયરસથી વધુ 5 પશુઓના મોત થતા પશુપાલન વિભાગ દોડતું થયું છે.રાજકોટમાં પશુઓનો કુલ મૃત્યુ આંક 21 થયો છે..જયારે શહેરમાં 1,174 પશુઓ બિમાર થયા છે.

લમ્પી વાયરસના કારણે પશુઓ તો બીમાર પડી રહ્યા છે જેથી પશુપાલકો ટેન્શનમાં તો છે. હવે વાયરસની અસર દૂધની આવક પર પડતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.. કેમ કે, લમ્પી વારયસના કારણે દૂધ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

પહેલા ગાય કે ભેંસ દરરોજ 8 થી 10 લીટર દૂધ આપતી હતી.તે હવે એક થી બે લીટર દૂધ આપી રહી છે… તે પણ ઉપયોગમાં લેતા પશુપાલકો ડરી રહ્યા છે.રાજકોટ ડેરીમાં પણ દૂધની આવકમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં સરેરાશ દૈનિક 3.70 લાખ લીટરની સામે છેલ્લા બે થી ત્રણ દિવસમાં 10 હજાર લીટરનો નોંધપાત્ર ઘટાડો નોંઘાયો છે.

Published On - 6:59 pm, Fri, 29 July 22

Next Video