રાજકોટ : આવ્યો દિવાળીનો પર્વ, લાવ્યો બજારમાં ખુશાલીનો માહોલ

|

Oct 26, 2021 | 4:40 PM

બીજી તરફ ઈલેક્ટ્રોનિક વેપારમાં પણ સારી ઘરાકી જોવા મળી રહી છે. કોરોના દરમિયાન લોકો ઘરની બહાર ઓછા નીકળતા હતા અને જરૂર પૂરતી જ ખરીદી કરતા હતા.

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના બજારોમાં રોનક જોવા મળી રહી છે. દિવાળીનો માહોલ બરાબરનો જામ્યો છે. બજારમાં દરેક ક્ષેત્રે સારો વેપાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કાપડ અને ઈલેક્ટ્રોનિક બજારના વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. જોકે કાપડના વેપારમાં મોંઘવારીની અસર જોવા મળી રહી છે. કાપડના ભાવમાં આ વર્ષે ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. વેપારીઓનું માનીએ તો દિવાળી બાદ હજુ પણ ભાવ વધવાની શક્યતા છે.

તો બીજી તરફ ઈલેક્ટ્રોનિક વેપારમાં પણ સારી ઘરાકી જોવા મળી રહી છે. કોરોના દરમિયાન લોકો ઘરની બહાર ઓછા નીકળતા હતા અને જરૂર પૂરતી જ ખરીદી કરતા હતા. પણ આ વખતે લોકો પોતાના બાળકોને લઈને ખરીદી કરવા નીકળી રહ્યા છે. સિનિયર સિટીઝનો પણ બહાર વસ્તુ લેવા નીકળી રહ્યા છે. ટીવી, લેપટોપ, મોબાઈલ, ફ્રીઝ, વોશિંગ મશીન સહિતની દરેક વસ્તુઓની લોકો ખરીદી કરી રહ્યા છે. અને વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા અવનવી ઓફરો પણ આપી રહ્યાં છે.

નોંધનીય છેકે છેલ્લા બે વરસથી કોરોના મહામારીને પગલે લોકો ઘરમાં પુરાઇ રહ્યા હતા. ત્યારે આ વરસે કોરોનાનો ડર લોકોમાં ઓછો થતા ખુશાલીનો માહોલ છવાયો છે. અને બજારો ફરી જીવંત બન્યા છે. અને, બજારોમાં કરોડોના વેપારને પગલે લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. જેને કારણે હાલ દરેકના ઘરમાં દિવાળીનો તહેવાર ખુશાલી લઇને આવ્યો છે.

Next Video