Rajkot : સંજય બિશ્નોઈએ સીબીઆઈના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધી કેસની તટસ્થ તપાસની કરી માગ

|

Apr 02, 2023 | 7:22 AM

રાજકોટ ખાતે જાવરીમલના નાના ભાઇ સંજયકુમાર બિશ્નોઇએ પત્રકાર પરિષદ કરી હતી અને જાવરીમલ પર લગાવવામાં આવેલા આક્ષેપોને ફગાવીને તેની વિરુદ્ધ સીબીઆઇ દ્રારા ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો હતો.

Rajkot : સંજય બિશ્નોઈએ સીબીઆઈના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધી કેસની તટસ્થ તપાસની કરી માગ

Follow us on

ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઇ કેસમાં સીબીઆઇ દ્રારા એક નવો ખુલાસાઓ કરવામાં આવ્યો છે. તેવામાં હવે જાનરીમલ બિશ્નોઇનો પરિવાર પણ મેદાને આવ્યો છે. રાજકોટ ખાતે જાવરીમલના નાના ભાઇ સંજયકુમાર બિશ્નોઇએ પત્રકાર પરિષદ કરી હતી અને જાવરીમલ પર લગાવવામાં આવેલા આક્ષેપોને ફગાવીને તેની વિરુદ્ધ સીબીઆઇ દ્રારા ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો હતો. સંજય બિશ્નોઇએ સીબીઆઇના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધીને કેસની તટસ્થ તપાસની માગ કરી છે.

આ પણ વાંચો : Rajkot: જેતપુરમાં અઢી વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ થયુ છે કે નહીં જાણવા કરાયો ફોરેન્સિક રિપોર્ટ, જુઓ Video

અમારી પાસે સીબીઆઇએ રચેલા ષડયંત્રના પુરાવા છે – સંજય બિશ્નોઇ

સંજય બિશ્નોઇએ વધુમાં કહ્યું હતું કે સીબીઆઇ દ્રારા મારા ભાઇને બે દિવસ સુધી તેની ઓફિસમાં જ રાખવામાં આવ્યો અને પરિવારજનોને કંઇ જાણ કરવામાં આવી નહિ. સીબીઆઇના અધિકારીઓ જ્યારે તેના ઘરે આવ્યા ત્યારે તેઓ ગાંજા શરાબ સાથે લાવ્યા હતા અને રૂપિયા ભરેલો થેલો સાથે લાવ્યા હતા અને મારા ભત્રીજાને આ થેલો તેનો છે તેવું કબુલવા દબાણ કર્યું હતું. આ અંગે અમારી પાસે પુરતા પુરાવા છે જે અમે આજે તપાસનીશ અધિકારીને સોંપીશું.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

રૂપિયાનો થેલો નીચે કોણ ફેંકે છે તે સીસીટીવીમાં નથી દેખાતું

સંજય બિશ્નોઇએ સીબીઆઇએ જાહેર કરેલા વીડીયો અંગે કહ્યું હતું કે સીબીઆઇ પોતાની ભુલ છુપાવવા માટે એક પછી એક વાત લીક કરી રહી છે. પરંતુ પરિવારજનોને કોઇ જાણ કરતી નથી. રૂપિયા ભરેલો થેલો નીચે પાડવા અંગે જે સીસીટીવી જાહેર થયા છે. તેમાં નીચે કોણ વ્યક્તિ છે તેનું મોઢું સ્પષ્ટ જોઇ શકાતું નથી. જ્યારે ઉપરથી આ થેલો કોણ ફેંકી રહ્યું છે તે દેખાઇ રહ્યું નથી. ત્યારે આ અંગે સીબીઆઇ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.

સંજય બિશ્નોઇએ આ કેસમાં તટસ્થ તપાસની માંગ સાથે કોર્ટ દ્રારા સુઓમોટો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે સીબીઆઇ અને વિદેશ ટ્રેડના દિલ્લી સ્થિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને સીબીઆઇની કસ્ટડીમાં થયેલા મોત અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે ફરિયાદીની આણંદની પેકેજિંગ કંપની સામે પણ તપાસની માંગ કરી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article