Rajkot: ધોરાજીની સફૂરા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ, પંચનાથ મંદિર તરફ જવાનો રસ્તો કરવો પડ્યો બંધ

|

Sep 29, 2021 | 5:59 PM

ભારે વરસાદની અસર રાજકોટના ધોરાજીમાં જોવા મળી રહી છે. આની અસરથી સફૂરા નદીમાં જોવા મળી. પુષ્કળ પાણી આવતા નદીનો કોજ વે પાણીમાં ગરકાવ થયો છે.

રાજકોટના (Rajkot) ધોરાજીમાં (Dhoraji) એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ (Heavy Rain) વરસતા વિસ્તાર પાણી પાણી થઇ ગયો છે. ભારે વરસાદના પગલે ધોરાજી શહેર પાણીમાં ઘરકાવ થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. તો શહેરના રામપરા વિસ્તારના રહેણાક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. જેના કારણે લોકો ખુબ ચિંતામાં જોવા મળી રહ્યા છે. માહિતી પ્રમાણે પાણીના કારણે લોકોની ઘરવખરી પલળી જતા હજારોનું નુકસાન થયું છે. ધોરાજીના ચકલા ચોક, પીર ખા કૂવા ચોક, નદી બજાર, વોકળા કથા અને ત્રણ દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાંની માહિતી બહાર આવી છે.

તેમજ ધોરાજીમાં ભારે વરસાદને કારણે નદી નાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ છે. ધોરાજીની સફૂરા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને પગલે નદી બે કાંઠે વહેતી જોવા મળી. આની અસરથી નદીનો કોજ વે પાણીમાં ગરકાવ થયો છે. જેને લઈને પંચનાથ મંદિર તરફ જવાનો રસ્તો રાહદારીઓ માટે હાલ તંત્ર દ્રારા બંધ કરવામાં આવ્યો છે.

જાહેર છે કે ગુલાબ વાવાઝોડાના કારણે ભારે વરસાદની આગાહી છે. જેની અસર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ અસરના પગલે ધોરાજીમાં સફૂરા નદીમાં ભારે પાણી જોવા મળ્યા છે.

 

આ પણ વાંચો: Video: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે મચાવ્યો ખળભળાટ, જુઓ આ 30 વિસ્તારના ભયજનક દ્રશ્યો

આ પણ વાંચો: ભાવનગર જિલ્લાના ડેમો બાદ શહેરનું બોરતળાવ પણ છલકાયું, જુઓ દ્રશ્યો અને જાણો વિગત

Next Video