RAJKOT : નવરાત્રિ ટાણે જ ખાદ્યતેલોના ભાવમાં ભડકો, સિંગતેલ-કપાસિયા તેલના ભાવમાં વધારો

|

Oct 07, 2021 | 12:16 PM

તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, ત્યા નવરાત્રિના પહેલા જ દિવસે શ્વાસ અદ્ધર થઇ જાય તેવા સમાચાર આવ્યા છે. એક તરફ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો આસમાને ગયો છે. ત્યાં નવરાત્રિના પહેલા જ નોરતે ખાદ્યતેલોના ભાવમાં મોટો ભડકો થયો છે.

ખાદ્યતેલોના ભાવમાં વધારો, મોંઘવારીનો વધુ એક માર

તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, ત્યા નવરાત્રિના પહેલા જ દિવસે શ્વાસ અદ્ધર થઇ જાય તેવા સમાચાર આવ્યા છે. એક તરફ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો આસમાને ગયો છે. ત્યાં નવરાત્રિના પહેલા જ નોરતે ખાદ્યતેલોના ભાવમાં મોટો ભડકો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટી ભાવ વધારો થયો છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં મોટો ભડકો થયો છે. બે દિવસના ગાળામાં જ સિંગતેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારા બાદ સિંગતેલનો ડબ્બો 2590 રૂપિયા પહોંચ્યો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 2425 રૂપિયા થયો છે. મગફળીની નવી સિઝન શરૂ થાય તે પહેલાં સિંગતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. નવરાત્રિ અને દિવાળીના તહેવાર પર તેલનો વધુ ઉપયોગ થતો હોય છે. ત્યારે નફો કમાવવા તેલીયા રાજા કરતા સંગ્રહખોરી કરતા હોય છે. જેની સીધી અસર લોકોના બજેટ પર થાય છે.

સામાન્ય પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા રાજ્યના મોટાભાગના સ્થળો પર પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ પણ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ સહિતના શહેરોમાં પેટ્રોલના ભાવી સેન્ચ્યુરી વાગી ગઈ છે. અમદાવાદમાં પેટ્રોલ 100.08 રૂપિયે પ્રતિલીટર મળતું થઈ ગયું છે.

Next Video