રાજકોટ મનપાની ભરતીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 122 જગ્યાઓ માટે 30 હજાર ફોર્મ ભરાયા

|

Jan 30, 2021 | 11:34 PM

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 122 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. જેમાં આ જૂજ જગ્યાઓ માટે 30 હજારથી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 122 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. જેમાં આ જૂજ જગ્યાઓ માટે 30 હજારથી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હજુ 9 ફેબ્રુઆરી છે. જેને જોતા નોકરી વાંચ્છુકોનો આંકડો 40 હજારને પાર જાય તેવી શક્યતા છે.  રાજકોટમાં આટલી મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા NSUIએ શિક્ષિત બેરોજગારીના આંકડાને લઈ ચિંતા વ્યક્ત કરી તો ABVPએ બેરોજગારીની વાતને ફગાવતા કહ્યું કે ફોર્મ ભરનારા સૌ બેકાર નથી. હાલમાં પ્રાઈવેટ ક્ષેત્રે સારી નોકરી કરતા લોકોને પણ સરકારી નોકરીની ઈચ્છા હોય છે. કદાચ એટલે જ ભરાયેલા ફોર્મનો આંકડો ઉંચો હોઈ શકે છે.

 

 

આ પણ વાંચો: DELHI: જનતાએ લાલ કિલા પરની હિંસાના 1,700 વીડિયો-CCTV ફૂટેજ પોલીસને આપ્યા

Next Video