એ ધડામ! રાજકોટમાં ખરાબ રસ્તાના કારણે એક, બે નહીં, સર્જાયા અનેક અકસ્માત – જુઓ Video
Rajkot: શહેરના કાલાવડ રોડ પર ચાલી રહેલા બ્રિજના કામને પગલે રસ્તા પર ચિકણી માટીના થર જામ્યા છે. જેના કારણે ઘણા અકસ્માત થવા પામ્યા હતા.
ક્યારેક તંત્રના પાપે પ્રજા કેટલી પરેશાન થતી હોય છે. તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું રાજકોટમાં. શહેરના કાલાવડ રોડ પર ચાલી રહેલા બ્રિજના કામને પગલે રસ્તા પર ચિકણી માટીના થર જામ્યા છે. જેના કારણે આ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને જમીન માપવાનો વારો આવ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવા ધડામ, ધડામ કરીને વાહનચાલકો સ્લિપ ખાઇને રસ્તા પર પટકાઇ રહ્યા છે. કોઇ કમરના મણકા ઢિલા થયા, તો કોઇને નાની મોટી ઇજાઓ પહોંચી. વાહનચાલકોની આ દુર્દશા માટે મનપા તંત્ર જવાબદાર છે.
જોકે ઘટનાની જાણ થતા મેયર પ્રદીપ ડવ એક્શનમાં આવ્યા. અડધી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા અને ત્વરિત અસરથી કામગીરી શરૂ કરાવી હતી. સાથે જ મેયરે નાગરિકોને પહોંચેલી તકલીફ બદલ માફી પણ માગી છે. મેયરના આદેશ બાદ તંત્ર સફાળુ જાગ્યું અને યુદ્ધના ધોરણે કામગીરી કરીને રસ્તો સાફ કરાયો હતો. સાથે જ પેચ વર્ક કરીને રસ્તાને ઉપયોગ લાયક બનાવાયો છે.
જોકે અહીં સવાલ એ સર્જાય છે કે શું માત્ર માફી માગી લેવાથી પ્રજાનું દર્દ ઓછું થઇ જશે? ક્યાં સુધી મનપાનું તંત્ર કૂંભકર્ણની નિદ્રામાં પોઢેલું રહેશે? તંત્રના વાંકે પ્રજા ક્યાં સુધી પરેશાન થતી રહેશે? શું મેયર પ્રદીપ ડવ ગેરન્ટી આપશે કે ભવિષ્યમાં આવી બેદરકારીનો શિકાર નાગરિકોને નહીં બનવું પડે ?
આ પણ વાંચો: Monsoon: રાજ્યમાં મેઘરાજાનું જોર ઘટ્યું, જાણો આજે ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ
આ પણ વાંચો: Surat: રાજ્યમંત્રીની યાત્રામાં જ લોકોએ કર્યો એવો વિરોધ કે પોલીસને પડી ગયો પરસેવો, જાણો સમગ્ર ઘટના
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
