Rajkot : જીલ્લામાં પણ અમદાવાદ જેવી 1000 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવા સાંસદ રમેશ ધડુકની કેન્દ્રને રજૂઆત

|

Apr 25, 2021 | 7:54 PM

પોરબંદર વિસ્તારના સાંસદ રમેશ ધડૂકે ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને રાજકોટ જીલ્લામાં પણ અમદાવાદ જેવી 1000 બેડ વાળી તાત્કાલિક હોસ્પિટલ ઊભી કરવાની રજૂઆત કરી છે.

Rajkot : દિવસેને દિવસે કોરોના થકી મેડિકલ ઈમરજન્સી વધુને વધુ મુશ્કેલ બનતી જાય છે. જેને લઈને કોરોના દર્દીઓ દવાખાનાના બેડ, દવા અને ઑક્સીજનને લઈને પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. રાજકોટ જીલ્લાના દર્દીઓ પણ આવી તમામ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેને લઈને પોરબંદર વિસ્તારના સાંસદ રમેશ ધડૂકે ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને રાજકોટ જીલ્લામાં પણ અમદાવાદ જેવી 1000 બેડ વાળી તાત્કાલિક હોસ્પિટલ ઊભી કરવાની રજૂઆત કરી છે. આ રજૂઆત તેને અમિત શાહને એક સાંસદ તરીકે પત્ર લખીને આ વિસ્તારમાં ઑક્સીજન, વેન્ટિલેટર, ICU સહિતની સુવિધા વાળી હોસ્પિટલ ઊભી કરવા નિવેદન કર્યું છે.

આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં અને તેમાં પણ અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે Oxygen અને વેન્ટિલેટર બેડ ખૂટી રહ્યાં છે, ત્યારે અમદાવાદના GMDC ખાતે આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં DRDO દ્વારા 900 બેડની ધન્વંતરી COVID હોસ્પિટલ બનાવાઈ છે.  શાહના મત વિસ્તાર એવા નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, સાણંદ, બોપલ, ઘુમા, દસક્રોઈ સહિત વિસ્તારમાં લોકોને આરોગ્ય સેવા માટે અતિઆધુનિક ઓન વ્હીલ્સ બે Laboratory વાન અને 8 Ambulance પણ લોકો માટે પણ ફાળવવામાં આવશે.

ઓન વ્હીલ્સ લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ પણ થશે
ઓન વ્હીલ્સ લેબોરેટરી વાનમાં બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝર,બ્લડ સેલ કાઉન્ટ, માઈક્રોસ્કોપ અને સેન્ટ્રીફ્યુઝ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. આ લેબોરેટરીવાનમાં RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ પણ આપી શકાશે. એક ICU ઓન વ્હીલ્સ પણ ફાળવવામાં આવી છે. ICU ઓન વ્હીલ્સના વેન્ટિલેટરથી લઈને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Mahavir Jayanti 2021: જૈન ધર્મમાં મહાવીર સ્વામીએ આશરે 2,500 વર્ષ પહેલા જે અહિંસાનો સિદ્ધાંત આપ્યો છે તેનો અમલ કરે તો દુનિયામાં સ્વર્ગની સ્થાપના થઈ શકે છે.

Next Video