Rajkot: રોડ-રસ્તાની માંગ સાથે સ્થાનિક મહિલાઓએ જેતપુર નગરપાલિકાને ઘેરી

|

Apr 03, 2021 | 10:17 PM

જેતપુરના પછાત વિસ્તારોમાં બિસ્માર થયેલ રોડ નવા બનાવવા અને પાણી બાબતે નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યા હલના થતાં નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપી સ્થાનિક મહિલાઓ ઉપવાસ પર બેસી ગઈ હતી.

Rajkot: રોડ-રસ્તાની માંગ સાથે સ્થાનિક મહિલાઓએ જેતપુર નગરપાલિકાને ઘેરી
રોડ રસ્તાની માંગ સાથે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરીને ઘેરાવ

Follow us on

જેતપુરના પછાત વિસ્તારોમાં બિસ્માર થયેલ રોડ નવા બનાવવા અને પાણી બાબતે નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યા હલના થતાં નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપી સ્થાનિક મહિલાઓ ઉપવાસ પર બેસી ગઈ હતી. જેતપુર નગરપાલિકા દ્વારા શહેરના અમુક રોડ વર્ષમાં ચાર ચાર વાર બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના મહિલા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા હતા. શહેરના પછાત વિસ્તારો જેવા કે, જનકલ્યાણી કે જ્યાં માલધારીઓની વસાહત છે, ત્યાં અને મુરાદશા દરગાહ જવાનો રોડ તેમજ નરસંગ ટેકરીનો આગળનો રોડ વિસ્તાર અસ્તિત્વ આવ્યો ત્યારથી અત્યાર સુધી ત્યાં કયારેય પાકા રોડ બનાવવામાં જ નથી આવ્યા.  આ બાબતનેને લઈને સાથે સ્થાનિક મહિલાઓ નગરપાલિકાએ ધસી આવી હતી.

 

આવા અંતરિયાળ જેવા વિસ્તારોમાં હજુ પણ કાચા ધૂળિયા રસ્તા જ છે. પીવાના પાણીના પ્રશ્નોની જો વાત કરવામાં આવે તો ભાદર ડેમ આખો ભર્યો છે અને કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ અહીંના વિસ્તારોને છતે પાણીએ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે નરસંગ ટેકરી ઉંચાઈ ઉપર આવેલો વિસ્તાર છે અને પાલિકા દ્વારા ઓછા દબાણથી પાણી આપવામાં આવતું હોવાથી પૂરતા ઘરોમાં પાણી પણ નથી આવી પહોંચતું. આમ પાયાની સુવિધાઓથી વંચિત વિસ્તારના કોંગ્રેસ મહિલા સદસ્ય સાથે તે વિસ્તારની મહિલાઓ ધરણાં ઉપર ઉતર્યા હતા અને તમામ માંગો પુરી કરવાની ખાતરી આપ્યા બાદ મામલો માંડ-માંડ થાળે પડ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

ર્ષોથી પાકા રોડની આશાએ બેઠા છે લોકો

જેતપુરના નરસંગ ટેકરી વિસ્તારની મહિલાઓ પોતાની માંગ સાથે આજે નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો તેવો જ મુદ્દો એક અન્ય વિસ્તારનો પણ છે કે જ્યાં વર્ષોથી પાક્કા રોડ-રસ્તાને જોયા પેઢીઓ પસાર થઈ ગઈ છે. નવાગઢનો દાસીજીવણ પરા વિસ્તાર કે જ્યાં ચોમાસામાં પાક્કા રોડ રસ્તાને નહીં હોવાના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ સત્તાધીશો નહીં સાંભળતાની રાવ સ્થાનિકો કરતાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યાં જરૂર નથી ત્યાં વગર કારણે ઉપરા ઉપરી રોડ બનાવવામાં આવે છે અને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં જરૂર હોવા છતાં પણ વિકાસના કાર્યો પર લગામ તાણી દેવામાં આવે છે.

 

આ પણ વાંચો : ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત

 

Next Article