
રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં નુકસાન થયું છે. નુકસાન બાદ ખેડૂતોની વહારે સરકાર આવી છે. નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ સર્વેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીઓ, ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, આત્મ પ્રોજેકટ, બાગાયતના અધિકારીઓ અને કૃષિ મદદનીશ અને સરપંચ જોડાશે. ખેતરોમાં થયેલા આ નુકસાનીનો સર્વે કરવા રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ 32 વધુ ટીમોની રચના કરી છે. જે ખેતરોમાં પાણી નથી ત્યાં સર્વે શરૂ કરાયો છે. બાકીના ખેતરોમાં પાણી ઉતર્યા બાદ સર્વે કરાશે. જિલ્લામાં આવેલા 595 ગામોમાં 10 ટકા નુકસાની થયાનો પ્રાથમિક અંદાજ છે. જો કે, સાચો આંકડો સર્વે થયા બાદ સામે આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:49 am, Wed, 2 September 20