Rajkot: રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યા, દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ થાય છે પસાર

|

Apr 08, 2021 | 11:07 PM

રાજકોટના રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી રહ્યા છે. દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ શહેરમાંથી નીકળી રહી છે. કોરોનાના કેસો વધતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સના કોલમાં વધારો થયો છે.

Rajkot: રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યા, દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ થાય છે પસાર
File Photo

Follow us on

રાજકોટના રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી રહ્યા છે. દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ શહેરમાંથી નીકળી રહી છે. કોરોનાના કેસો વધતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સના કોલમાં વધારો થયો છે. 108ના અધિકારીના કહેવા પ્રમાણે શહેરમાં 27 જેટલી 108 છે, જેમાં 300થી વધારે કોલ આવી રહ્યા છે. જ્યારે ખાનગી એમ્બ્યુલન્સમાં 200થી વધારે કોલ મળી રહ્યા છે. સામાન્ય રીતે 108માં એક દિવસમાં 50થી 100 કેસ આવતા હતા. જે સંખ્યા ખૂબ જ વધી ગઈ છે અને જે કોલ આવી રહ્યા છે, તેમાં 50 ટકાથી વધારે માત્ર કોરોનાના છે. જે આંકડો ખૂબ જ ચિંતાજનક છે. શહેરમાં કોરોનાનો અજગરી ભરડો છે અને તેની સામે તંત્ર પાંગળું સાબિત થતું હોય તેવો ઘાટ ઘડાયો છે.

 

રાજ્યભરમાં ઉત્તરોતર થઈ રહ્યો છે કેસમાં વધારો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2,276, 28 માર્ચે 2,270, 29 માર્ચે 2,252, 30 માર્ચે 2,220, 31 માર્ચે 2,360 અને 1 એપ્રિલે 2,410 કેસ 2જી એપ્રિલે 2,640 અને 3જી એપ્રિલે 2,815 અને 4 એપ્રિલે 2,875, અને 5 એપ્રિલે 3,160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3,280, 7 એપ્રિલે 3,575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે.

 

4,021 કેસ, 35 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 8 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 4,021 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 35 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 14, અમદાવાદમાં 9, રાજકોટમાં 4, વડોદરા 3 અને અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને મહેસાણામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.

 

અમદાવાદમાં 951 અને સુરતમાં 723 કેસ
રાજ્યમાં આજે 8 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 951, સુરતમાં 723, રાજકોટમાં 427, વડોદરામાં 379, જામનગરમાં 104, ભાવનગરમાં 61 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

 

2,197 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 8 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2,197 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,07,346 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 92.44 ટકા થયો છે.

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર પર તૂટશે મહાકહેર, 30 એપ્રિલ સુધી 11 લાખથી વધુ થઈ શકે છે કોરોનાના એક્ટિવ કેસ

Next Article