Rajkot: અમુલ ઘી અને સનફ્લાવર ઓઇલમાં ભેળસેળનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પર્દાફાશ કર્યો, 395 ડબ્બામાં ભેળસેળ સામે આવી

|

Jul 05, 2021 | 9:24 PM

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની સોનિયા ટ્રેડિંગ પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા, દરોડા દરમિયાન અમુલ ઘીના 20 ડબ્બા અને સનફ્લાવર ઓઇલના 395 ડબ્બામાં ભેળસેળ સામે આવી

Rajkot: રાજકોટમાં અમુલના ઘી અને સનફ્લાવર ઓઇલમાં ભેળસેળનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) પર્દાફાશ કર્યો છે. અધિકારીઓને મળેલી બાતમીના આધારે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની સોનિયા ટ્રેડિંગ પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અમુલ ઘીના 20 ડબ્બા અને સનફ્લાવર ઓઇલના 395 ડબ્બામાં ભેળસેળ સામે આવી હતી. હાલ આરોગ્ય વિભાગે તમામ મુદ્દામાલ સિઝ કરીને નમૂના તપાસ અર્થે મોકલ્યા છે.

 

રાજકોટ આરોગ્ય વિભાગે અમૂલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને તપાસ કરી હતી જેમાં અમુલ ઘીના ડબ્બા પર ભાવનગર ડેરીનો બેચ જોવા મળ્યો હતો જ્યારે મેન્યુફેક્ચર બાય સાબરકાંઠા લખેલુ હતુ. સાથે જ અમુલનું પેકિંગ અને બિલિંગ પેટન્ટ પણ અલગ જોવા મળી હતી જોકે સોનિયા ટ્રેડિંગ પેઢીના સંચાલકોએ પોતાના પર લાગેલા આરોપો ફગાવ્યા હતા.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ પ્રકારના ભેળસેળયુક્ત પદાર્થનો ઉપયોગ કરવો આરોગ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે અને પેટ સહિત અન્ય બિમારીઓનું જોખમ તોળાય છે. હાલ આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે તમામ મુદ્દામાલ સિઝ કર્યો છે સાથે જ બંને પ્રોડક્ટના નમૂના બેલ તપાસ માટે મોકલાયા છે. જો આ નમૂના તપાસમાં ફેઇલ ગયા તો વેપારી સામે કાર્યવાહી થઇ શકે છે. આવા ગુના બદલ કાયદાકીય સજા સાથે 5 લાખના દંડની જોગવાઇ છે.

Next Video