RAJKOT : આજથી શરૂ થશે ઈલેક્ટ્રિક બસ, દર 10 મિનિટે મળતી બસ હવે 6 મિનિટે આવી જશે

|

Oct 08, 2021 | 4:35 PM

બસની ખાસિયતની વાત કરીએ તો, નવી બસ ફુલ્લી એસી હશે. નવી સીટ અને ઈન્ટિયર હશે. તેમજ મનોરંજન માટે FM રેડિયો છે.

રાજકોટના શહેરીજનોને હવે વધુ આરામદાયક મુસાફરી મળશે. કારણ હવે રાજકોટના BRTS રૂટ પર દોડશે ઇલેક્ટ્રિક બસ. રાજકોટ મહાનગરપાલિકા પાસે ઘણા સમયથી ઈલેક્ટ્રિક બસ આવી ગઈ છે પણ લોકાર્પણ હવે થઈ રહ્યું છે. આ ઈ-બસથી શહેરીજનોને વધુ આરામદાયક મુસાફરી મળશે. રાજકોટના BRTS રૂટ પર સૌથી પહેલા આ બસ દોડાવાશે. અત્યાર સુધી આ રૂટમાં 10 ડીઝલ બસ ચાલતી તેને બદલે હવે 16 ઈ-બસ ચાલશે. આ કારણે BRTSના એક સ્ટેશને દર 10 મિનિટે એક બસ આવે છે, પણ ઈ-બસ દર 6 મિનિટે મળશે તેથી મુસાફરોનો સમય પણ બચશે. જોકે બસની સ્પીડ પહેલા જેટલી 40 કિ.મી. પ્રતિ કલાક જ રહેશે.

ઇલેક્ટ્રિક બસની ખાસિયત

બસની ખાસિયતની વાત કરીએ તો, નવી બસ ફુલ્લી એસી હશે. નવી સીટ અને ઈન્ટિયર હશે. તેમજ મનોરંજન માટે FM રેડિયો છે. મુસાફરોને આ ફાયદા ઉપરાંત મનપાને એજન્સીને ચૂકવાતા પ્રતિ કિ.મી.ના ભાડામાં અધધ 50 રૂપિયાનો ફાયદો થશે. હાલ એક બસ દૈનિક 190 કિ.મી. ચાલી રહી છે આ રીતે જોતા 10 ડીઝલ બસ રોજનું 500 લિટર ડીઝલ વાપરે છે. બસ બંધ થતા તેટલા ડીઝલનો વપરાશ ઘટશે અને તેટલું જ ઉત્સર્જન ઘટતા પર્યાવરણને પણ ફાયદો થશે. હાલ પ્રથમ તબક્કે 16 બસ બીઆરટીએસ રૂટ પર મુકાઈ છે પણ તબક્કાવાર સિટીબસમાં પણ રૂપાંતરિત કરાશે.

આ પણ વાંચો : રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ, વન્ય પ્રાણીસૃષ્ટિનું જતન-સંવર્ધન-સંરક્ષણ થાય તે માટે સરકારે નવતર આયોજનો કર્યા : સીએમ

 

Published On - 4:29 pm, Fri, 8 October 21

Next Video