રાજકોટમાં ગંદકી વિરુદ્ધ ડે.કમિશ્નરની હોકી સ્ટીક સાથે માર્ચ, ગંદકી કરનારા 116ને ફટકાર્યો દંડ

|

Jan 13, 2021 | 12:21 AM

રાજકોટ (Rajkot)માં ડેપ્યુટી કમિશ્નર એ.આર. સિંહે ગંદકી વિરુદ્ધ અનોખી માર્ચ કરી. રાજકોટના ડેપ્યુટી કમિશ્નરએ.આર. સિંહ હોકી સ્ટીક હાથમાં લઈને રસ્તા પર ઉતર્યા અને જાતે જ ગંદકી કરનારાઓને રંગે હાથ પકડ્યા.

રાજકોટ (Rajkot)માં ડેપ્યુટી કમિશ્નર એ.આર. સિંહે ગંદકી વિરુદ્ધ અનોખી માર્ચ કરી. રાજકોટના ડેપ્યુટી કમિશ્નર એ.આર. સિંહ હોકી સ્ટીક હાથમાં લઈને રસ્તા પર ઉતર્યા અને જાતે જ ગંદકી કરનારાઓને રંગે હાથ પકડ્યા. આ દરમિયાન રાજકોટ મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ પણ સાથે હતા. ડેપ્યુટી કમિશ્નરે માર્ચ દરમિયાન ગંદકી કરનાર 116 લોકોને પકડ્યા અને દંડ ફટકાર્યો. ડેપ્યુટી કમિશ્નર એ.આર. સિંહે ગંદકી વિરુદ્ધ માર્ચ દરમિયાન હોકી સ્ટીક હાથમાં રાખવાનું અનોખું કારણ આપ્યું. તેમણે કહ્યું કે હોકી હાથમાં હોય તો ગંદકી કરનારાઓને પોઈન્ટ આઉટ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ ડેપ્યુટી કમિશનર હાથમાં હોકી લઈને રસ્તા પર ચેકિંગ કરતા જોવા મળ્યા હતા.

 

 

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આવતીકાલે મહાભિયોગ પર થશે વોટિંગ

Next Video