Rajkot : ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર આવક, બે હજાર મણ કપાસની આવક

|

Jan 27, 2021 | 8:24 PM

Rajkot :  ધોરાજી માર્કેટિંગ યાર્ડ કપાસથી ઉભરાઇ ગયું છે.માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે.

Rajkot :  ધોરાજી માર્કેટિંગ યાર્ડ કપાસથી ઉભરાઇ ગયું છે.માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.ગત વર્ષની સરખામણીએ સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થઇને કપાસ બે હાથે વેચી રહ્યા છે, જેના કારણે  Rajkot ના ધોરાજી માર્કેટિંગ યાર્ડ આજે 2 હજાર મણ કપાસની આવક થઇ.ખુલ્લા બજારમાં કપાસના એક મણના 1100 થી 1200 રૂપિયા મળતા ધોરાજી અને આસપાસના વિસ્તારમાંથી ખેડૂતો વહેલી સવારથી જ કપાસ લઇને પહોંચી ગયા હતા.મહત્વનું છે કે ધોરાજી માર્કેટિંગ યાર્ડને અત્યાર સુધી કપાસની 8 હજાર ગાસડીની આવક થઇ છે.

Published On - 8:10 pm, Wed, 27 January 21

Next Video