Rajkot: ગણેશોત્સવમાં પણ કોરોના નડયો, સસ્તી POPની પ્રતિમા ખરીદી તરફ વળ્યા લોકો

|

Sep 07, 2021 | 5:27 PM

ગણેશજીની પ્રતિમાની માંગ બે વર્ષ પહેલાથી ખૂબ જ ઓછી છે.વળી લોકો ઓછા રૂપિયા ખર્ચાય તે માટે પીઓપીની મૂર્તી લેવાનું પસંદ કરી રહ્યા છે જે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક છે.

Rajkot: ગણેશોત્સવમાં પણ કોરોના નડયો, સસ્તી POPની પ્રતિમા ખરીદી તરફ વળ્યા લોકો
Rajkot Corona effect In Ganeshotsav people turned to buying cheap POP Idol Of Ganesha

Follow us on

દુંદાળા દેવ ગણેશજીના આગમનના એંધાણ થઇ રહ્યા છે.લોકો ગણેશોત્સવને આવકારવા માટે આતુર છે પરંતુ આ વખતના ગણેશોત્સવમાં કોરોનાનો કપરો કાળ નડતર બન્યો છે.બજારમાં ગણેશજીની પ્રતિમાની માંગ બે વર્ષ પહેલાથી ખૂબ જ ઓછી છે.વળી લોકો ઓછા રૂપિયા ખર્ચાય તે માટે પીઓપીની મૂર્તી લેવાનું પસંદ કરી રહ્યા છે જે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક છે.

ઇકોફ્રેન્ડલી-માટીની મૂર્તીનું વેચાણ માત્ર ૧૦ ટકા

રાજકોટના રેસકોર્ષ બાલભવન ખાતે પ્રતિમાનું કામ કરતા મૂર્તીકાર પાટીલ બહેનનું કહેવું છે કે ઇકોફ્રેન્ડલી માટીની પ્રતિમા પ્રમાણમાં ખૂબ ખર્ચાળ હોય છે જેથી લોકો જ્યારે ખરીદી કરવા માટે આવે છે ત્યારે ૫૦ ટકા કિંમતે પ્રતિમાની માંગ કરે છે વળી પહેલાથી જ માટીના ગણેશજીની ખરીદી કુલ મૂર્તિના ૩૦ ટકા વેચાણ થતું હતું જેના બદલે આ વર્ષે માત્ર ૧૦ ટકા જ વેચાણ થઇ રહ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લોકો ઘરે બનાવી રહ્યા છે માટીની મૂર્તી

કોરાના કાળને કારણે વેપાર ધંધા પર અસર પડી રહી છે ત્યારે લોકોને ખર્ચ કરવો પોષાય તેમ નથી ત્યારે લોકો પોતાના ઘરે માટીના ગણેશ તૈયાર કરીને તેની સ્થાપના કરી રહ્યા છે જે ખૂબ જ સરાહનીય છે અને પર્યાવરણ માટે પણ ખૂબ જ સાનુકૂળ છે.

ગાયના ગોબરમાંથી તૈયાર કરાઇ ગણેશની પ્રતિમા

ગૌ સેવા આયોગ દ્રારા છેલ્લા બે વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવી છે.છેલ્લા બે વર્ષથી આ પ્રકારની મૂર્તી તૈયાર કરવામાં આવી છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા આ પ્રકારની પ્રતિમાનું સ્થાપન કરીને પર્યાવરણનું જતન કરવાની અપીલ કરી છે.

કોરોના ગાઈડ લાઇન સાથે ઉજવણી 

જો કે ગુજરાતમાં આ વર્ષે રાજય સરકારે ગણેશ ઉત્સવ માટે પણ કોરોના ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં સરકારે ગણેશ ઉત્સવ માટે માત્ર ચાર ફૂટની પ્રતિમાંને જ મંજૂરી આપી છે. તેમજ ઉત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં રોક લગાવવામાં આવી છે. તેમજ બને ત્યાં સુધી ગણેશ વિસર્જન પણ ઘરે જ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તેમજ કોઇપણ મોટો ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

આ પણ  વાંચો : Navsari શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકો પરેશાન

આ  પણ વાંચો : Gandhinagar : ગુજરાતની FDIમાં અનન્ય સિદ્ધિ, મૂડીરોકાણ ક્ષેત્રે હવે વિકસિત દેશો સાથે તુલના થવી જોઈએ : નીતિ આયોગના વાઇસ ચેરમેન

Published On - 5:27 pm, Tue, 7 September 21

Next Article