Rajkot : ધોરાજીના ખેડૂતોની ટેકાના ભાવે ધાણાની ખરીદી કરવા માગ, પાકમાં નુકશાનની ભીતિ

|

Feb 13, 2021 | 8:51 AM

Rajkot :   ધોરાજી તાલુકાના ખેડૂતોએ અહીં સરકાર ટેકાના ભાવે ધાણાની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે. વાતાવરણમાં આવેલ બદલાવને કારણે કેટલાક ખેડૂતોના પાકમાં વિવિધ પ્રકારના રોગ પણ આવી ગયા છે.

Rajkot :   ધોરાજી તાલુકાના ખેડૂતોએ અહીં સરકાર ટેકાના ભાવે ધાણાની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે. વાતાવરણમાં આવેલ બદલાવને કારણે કેટલાક ખેડૂતોના પાકમાં વિવિધ પ્રકારના રોગ પણ આવી ગયા છે. જેના કારણે ધાણાના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. ધોરાજીમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર આપવામાં આવે તો ખેડૂતોને અન્ય જગ્યાએ ધાણા વહેચવા જવું ન પડે અને ટ્રાન્સપોર્ટ ખર્ચ બચી શકે છે.

Rajkot  જિલ્લાના ધોરાજી તેમજ તાલુકાના ભૂખી, નાની પરબડી, તોરણીયા, મોટી પરબડી, ભોળાભોલ સહિતના ગામોના ખેડૂતોએ લોકડાઉન, માવઠું, અતિવૃષ્ટિ અને એક બાદ એક આકાશી આફતોનું સામનો કરી ચૂક્યા છે. ખેડૂતોને સારા ભાવ મળવાની આશાએ ધાણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરતું વાતાવરણમાં આવતા ફેર પલટાને કારણે ધાણામાં થીપશ, કાળિયો, સુકારો, મોલો અને ફૂગ જન્ય રોગ આવી ગયા છે તેથી ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો આવશે એવી ખેડૂતોને ભીતિ છે.

Next Video