રાજકોટ : વોર્ડ નંબર 12માં દૂષિત પાણીનો મુદ્દો, પાણીના નમૂનાનો રિપોર્ટ નોર્મલ આવ્યો
મેયરે પુનિતનગર વિસ્તારમાં આવેલા બોરનું પાણી દૂષિત હોવાની શક્યતા વ્યક્ત કરી છે. બોરના પાણીના નમૂના લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે. મેયરે કહ્યું કે હાલમાં કોઈને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે ટેન્કરથી પાણી આપવામાં આવે છે.
રાજકોટના વોર્ડ નંબર 12માં દૂષિત પાણીનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. ત્યારે અવસર બિલ્ડિંગમાંથી લેવાયેલા નમૂનાનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. મેયરે દાવો કર્યો છે કે મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી પીવાલાયક છે. પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ન ભળ્યું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
મેયરે પુનિતનગર વિસ્તારમાં આવેલા બોરનું પાણી દૂષિત હોવાની શક્યતા વ્યક્ત કરી છે. બોરના પાણીના નમૂના લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે. મેયરે કહ્યું કે હાલમાં કોઈને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે ટેન્કરથી પાણી આપવામાં આવે છે.
મહત્વનું છે કે રાજકોટના વોર્ડ નંબર-12માં આવેલા પુનિતનગરમાં ઘણા દિવસોથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ નાગરીકોએ કરી હતી. પુનિતનગરના રહીશોનો આરોપ હતો કે દૂષિત પાણીને પગલે ઝાડા, ઉલ્ટીના કેસો વધ્યા છે. અને ઘરે ઘરે બિમારીના ખાટલા પથરાયા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ભળી જતા આ સ્થિતિ સર્જાઇ છે. હાલ તો દૂષિત પાણીનો પ્રશ્ન પેચિદો બની રહ્યો છે. પરંતુ પાણીના નમૂના નોર્મલ આવતા અનેક ચર્ચાઓ થઇ રહી છે.