Rajkot: કોરોનાનો કહેર વધતા રાજકોટ મહાનગર પાલિકા દ્વારા લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય

|

Mar 19, 2021 | 4:14 PM

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્ર્મણને કારણે રાજ્યના ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્ર્મણને કારણે રાજ્યના ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો છે. આ વચ્ચે રાજકોટમાં (Rajkot) કોરોના સંક્ર્મણ વધતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

રાજકોટમાં કોરોના સંક્ર્મણ વધતા શનિવારથી રાજકોટના તમામ બાગ,બગીચા અને ઝૂ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી નિર્ણય ના આવે ત્યાં સુધી બંધ કરવાનો  નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર એક સાથે 25 કોરોનાના કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સહિતના અધિકારીઓ પહોંચ્યા છે.

 

 

કોરોનાનું સંક્ર્મણ વધતા અમદાવાદ અને સુરતમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ અને સુરતમાં રાતે 9થી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. આ સાથે જ શનિ-રવિ અમદાવાદ અને સુરતમાં મોલ-થિયેટર બંધ રહેશે. કોરોનાનું સંક્ર્મણ ઘટાડવા માટે સિટીબસ અને BRTS બસ પણ બંધ કરી દેવામાં આવી છે.

 

આ પણ વાંચો: પંજાબમાં કોરોનાએ તરખાટ મચાવ્યો, 31 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવા આદેશ

Next Video