RAJKOT : ઓમિક્રોનની દહેશત વચ્ચે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાં વિદેશથી લોકો વતન પરત ફર્યા, આરોગ્ય વિભાગ દોડતું થયું

|

Dec 04, 2021 | 1:04 PM

હાલ આ તમામ લોકોને હોમ કોરોન્ટાઇન(Home quarantine) કરવામાં આવ્યા છે. વિદેશથી આવેલ તમામ લોકો પર નજર રાખવા પોલીસ તંત્રને પણ ડેપ્યુટી કલેકટરએ સૂચના આપી છે. વિદેશથી આવતા લોકોની સાથે એમના પરિવારજનોના પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે.

RAJKOT : ઓમિક્રોનની (Omicron Variant) દહેશત વચ્ચે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાં વિદેશથી(Abroad) લોકો પરત આવતા તંત્ર (Health Department )દોડતું થયું છે. ધોરાજીના ડેપ્યુટી કલેકટરે આ અંગે જાણકારી આપી હતી. (Dhoraji-Upleta-Jamkandora)ધોરાજી-ઉપલેટા-જામકંડોરણામાં 17 જેટલા લોકો વિદેશથી આવતા તંત્રમાં દોડધામ મચી છે. ભારત બહારથી ધોરાજીમાં 7, જામકંડોરણામાં 7 અને ઉપલેટામાં 3 લોકો આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ધોરાજીના ડેપ્યુટી કલેકટરની સૂચનાથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વિદેશથી(Abroad) પરત ફરેલા તમામ લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે. તમામના રિપોર્ટ નેગેટિવ (Report negative)આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

હાલ આ તમામ લોકોને હોમ કોરોન્ટાઇન(Home quarantine) કરવામાં આવ્યા છે. વિદેશથી આવેલ તમામ લોકો પર નજર રાખવા પોલીસ તંત્રને પણ ડેપ્યુટી કલેકટરએ સૂચના આપી છે. વિદેશથી આવતા લોકોની સાથે એમના પરિવારજનોના પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિદેશથી આવેલ લોકોમાં અને એમના પરિવારજનોમાં કોઈપણ જાતના કોરોનાના લક્ષણ જોવા ના મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

સાત દિવસ બાદ તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ(Report negative) આવશે બાદ તમામને સેલ્ફ આઇસોલેટ કરવામાં આવશે. ધોરાજીમાં કુલ 7 લોકોમાંથી પાંચ લોકો દુબઈથી એક કેનેડાથી અને એક અમેરિકાથી આવેલ છે. જામકંડોરણા તાલુકામાં કુલ સાત લોકો આવ્યા છે. જેમાં ત્રણ યુકેથી અને ચાર લોકો દુબઈથી આવ્યા છે. ઉપલેટા તાલુકામાં આફ્રિકાના તાંઝાનિયાથી બે નાગરિકો આવ્યા છે. અને એક કેનેડાથી આવ્યા છે જેઓના પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Next Video