PGVCLના MDના નામે કથિત ઓડિયો થયો વાયરલ, બાબરાના કર્મચારીને ધમકાવી નાખ્યા

|

Jan 20, 2022 | 3:53 PM

રાજકોટમાં હાલ વીજ કંપનીના એમડીના નામનો એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં તે બાબરાના કર્મચારીને ધમકાવતા જણાઈ રહ્યા છે. જોકે MD એ આ વીડિયોમાં અવાજ પોતાનો હોવાનો ઇનકાર કર્યો છે.

PGVCLના MDના નામે કથિત ઓડિયો થયો વાયરલ, બાબરાના કર્મચારીને ધમકાવી નાખ્યા
symbolic photo

Follow us on

રાજકોટમાં પીજીવીસીએલના એમ ડી વરૂણકુમાર બરૂનવાલાના નામે એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં વરૂણકુમારના નામે એક વ્યક્તિ બાબરાના પીજીવીસીએલના એક કર્મચારીને ધમકાવી રહ્યો છે. કથિત કૌંભાડને લઇને કથિત વ્યક્તિ દ્વારા મનીષ પંડ્યા નામના કર્મચારીને બિભસ્ત ગાળો આપીને ધમકાવતો હોવાનું અને કચ્છમાં બદલી કરી આપવાની ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે.

જોકે આ ઓડિયો વાયરલ થયાં બાદ પીજીવીસીએલના એમ ડી વરૂનકુમાર બરૂનવાલાએ કથિત ઓડિયો ફ્રોડ કોલ હોવાનો દાવો કર્યો હતો અને મનિષ પંડ્યા દ્રારા ખોટી રીતે આ ઓડિયોક્લીપ ઉપજાવી કાઢી હોવાનો દાવો કર્યો હતો..

કથિત ઓડિયોની વાતચીતના સંવાદના અંશો

મનીષ: હેલ્લો

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

કથિત વ્યક્તિ: હેલ્લો

કથિત વ્યક્તિઃ પંડ્યા બોલે?

મનીષ: હા કોણ?

મનીષ: કોણ બોલો?

કથિત વ્યક્તિઃ એમ.ડી બોલું

મનીષ: હા બોલો બોલો સાહેબ

કથિત વ્યક્તિઃ છાપામાં બહુ આવે છે

મનીષઃ હેં

કથિત વ્યક્તિઃ છાપામાં બહૂ આવે છે.

મનીષ: છાપામાં મેં અગાઉ આપેલું છે તે જ છે.

કથિત વ્યક્તિ: પાછું કાલે આવ્યું છે ને

મનીષ: હેં

કથિત વ્યક્તિ: હું હું શું કરશ, સાંભળતો નથી( ગાળ બોલે છે.)

મનીષ: હલો. સાંભળું જ છું, બોલો બોલો

કથિત વ્યક્તિ: તને કોઇ દુખાવો નથી ને, દુખાવો હોય તો રાજકોટ આવી જા

મનીષ: રૂબરુ જ આવ્યા હતા આપ સાહેબ ન તા મળ્યા, અમે મેડમને રજૂઆત કરી હતી.

કથિત વ્યક્તિ: છાપામાં શું વારંવાર આપશ, (ગાળ બોલે છે,)

મનિષ: છાપામાં મેં નથી આપ્યું સાહેબ, અમે તો રજૂઆત છેને રાઇટિંગમાં આપેલી છે અને સંસ્થા માટે આપેલી છે, ઓન રેકોર્ડ ફરિયાદ છે.

કથિત વ્યક્તિ: (ગાળ બોલીને)તું જ આપે છે મને ખબર છે

મનીષ: હે,.

કથિત વ્યક્તિ: મને ખબર છે તું જ ઇ સળી કરશ(ગાળ બોલે છે)

મનીષ: સાહેબ ગાળો બાલો કે ઓલું કઇ કરવાનો અર્થ નથી હો સાહેબ, કેમ કે આજે અમે જે આપ્યું છે એ બધુ રેકોર્ડ સાથે વિજીલન્સમાં ફરિયાદ આપેલી છે. અમારી ફરિયાદના આધારે માહિતી તૈયાર થઇ છે, જવાબદાર સામે પગલાં ભરાણા નથી, અમારી સામે બધા નિર્દોષ સામે કાર્યવાહી થયેલ છે.

કથિત વ્યક્તિ: (ગાળો બોલે છે) તું ક્યાં એવો મોટો અધિકારી કે કર્મચારી હતો

મનીષ: બોર્ડની કઇ નથી સાહેબ અમે જવાબદારી પૂર્વક આપને લેખિત આપેલ છે.

કથિત વ્યક્તિ: તું તારી નોકરી કર બીજું કઇ(ગાળો બોલીને)નહીતર ટ્રાન્સફર થઇ જાહે કચ્છ-બચ્છમાં

મનીષ: અરે સાહેબ જો એમ નહી એટલે ધમકીને મતલબ અમે જે છે એ ઓનપેપર સંસ્થાના લેટરપેડ પર આપેલું છે અને બધા રેકોર્ડની માહિતી છે

કથિત વ્યક્તિ: પેપર ગયા (ગાળ બોલે છે)મોર્નિંગમાં ફોન કરજે, મારે તારું કઇ સાંભળવું નથી

મનીષ: અને તમારે જે કંઇ હોય એ આપ અધિકારી છો આપે જે નિર્ણય લેવો હોય તે,અમે જે છે એ લખીને ઓનપેપર આપેલી છે.કોઇ વસ્તુ અમારી ઘરની નથી બનાવેલી ,બઘી રેકોર્ડ સાથેની માહિતી છે.

કથિત વ્યક્તિ: હવારમાં મોર્નિંગમાં ફોન કરજે હાલ

મનીષ: આપ સાહેબને લેખિતમાં જ આપેલું છે બરાબર,એમાં મોર્નિંગમાં ફોન કરવાનો ક્યાં પ્રશ્ન જ છે.

કથિત વ્યક્તિ: (ગાળો બોલે છે) તને સમજાતું નથી? એકવાર ફોન કરજે એટલે પુરૂં થઇ ગયું પછી હવે..

મારો અવાજ નથી, મનીષ પંડ્યાએ જ ફ્રોડ કોલ કર્યો છે, તપાસ થશે-MD

આ ઓડિયો વાયરલ થયાં બાદ પીજીવીસીએલના એમડી વરૂણકુમાર બરુનવાલા મિડીયા સમક્ષ આવ્યા હતા અને તેઓએ આ કથિત ઓડિયો મનીષ પંડ્યા દ્રારા જ ઉભો કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો.વરૂણકુમારે કહ્યું હતું કે મારા કોલ ડિટેઇલ પ્રમાણે ૧૭મી તારીખે રાત્રે મને મનીષનો ફોન આવ્યો હતો અને બદલી કરવાની ધમકી આપીને ગાળો બોલવા લાગ્યો હતો બાદમાં હું બે દિવસ ઓફિસના કામથી બહાર હતો ત્યાં મારા ખોટાં નામથી ફોન આવ્યો છે જે અયોગ્ય છે.આ અંગે અમે ખાતાકીય તપાસ શરૂ કરી દીધી છે અને પીજીવીસીએલના વકીલની મદદથી તેઓ સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે.

કાર્યપાલક ઇજનેરનું પ્રમોશન ન થાય તે માટે કરતબ ?

મનીષ પંડ્યા બાબરા ખાતે પીજીવીસીએલમાં ફરજ બજાવે છે અને અમરેલીના કાર્યપાલક ઇજનેર સાથે વ્યક્તિ વાંધો હોવાથી આ કરતબ કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. એમડીના કહેવા પ્રમાણે 20 જાન્યુઆરીએ કાર્યપાલક ઇજનેરના પ્રમોશન માટેના ઇન્ટરવ્યૂ છે જેમાં વિક્ષેપ પાડવા માટે મનીષ પંડ્યા આ રીતે ખોટા આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Surat: ટ્રાન્સપોર્ટની ઓફિસ ખોલી વેપારીઓ પાસેથી 40 લાખના કાપડના પાર્સલ લઈ બારોબાર વેચી નાખ્યાઃ પોલીસે 2ને પકડ્યા

આ પણ વાંચોઃ  Ahmedabad માં રોકેટ ગતિએ વધતાં કોરોનાના કેસો, એક્ટિવ કેસ 10 દિવસમાં 22 ગણા વધ્યા

Published On - 3:10 pm, Thu, 20 January 22

Next Article