RAJKOT : ભારે વરસાદને કારણે આજી-2 ડેમ થયો ઓવરફલો, ભાદર ડેમ છલકાવવાની તૈયારીમાં

|

Sep 14, 2021 | 9:10 AM

રાજકોટ જિલ્લા અને શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજકોટના જીવાદોરી સમાન આજી-2 ડેમમાં નવા નીર આવ્યા છે.

રાજકોટ જિલ્લા અને શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજકોટના જીવાદોરી સમાન આજી-2 ડેમમાં નવા નીર આવ્યા છે. અને, અવિરત વરસાદને કારણે ડેમ ઓવરફલો થયો છે. તો સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર ડેમમાં પાણીની ભરપુર આવક નોંધાઇ છે. ઉપરવાસમાં સારા વરસાદના પગલે ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે. જેથી ભાદર ડેમની જળ સપાટી 29.40 ફૂટે પહોંચી છે. ડેમની કુલ જળસપાટી 34 ફુટ છે. તો ડેમમાં 1643 કયુસેક નવા પાણીની આવક થઇ છે.

રાજકોટ પંથકમાં વરસાદના આંકડા

સૌથી વધુ રાજકોટના લોધિકામાં 20.5 ઇંચ વરસાદ
રાજકોટ શહેરમાં 13 ઇંચ વરસાદ
ધોરાજીમાં 9 ઇંચ, કોટડાસાંગાણીમાં 7.7 ઇંચ
ગોંડલ અને પડધરીમાં 7-7 ઇંચ વરસાદ

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા પંથકમાં પડ્યો છે . એકદમથી ભારે વરસાદ આવતા ન્યારી-1 ડેમની સપાટી જોખમી રીતે વધવા લાગી હતી. પાણીની આવક એટલી વધારે હતી કે મોડી રાત્રીના જ મનપાના ઈજનેરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોખમ એટલું હતું કે, નિર્ણયમાં થોડી પણ ક્ષતિ રહે તો ન્યારી ડેમના ઉપરવાસના અથવા નીચાણવાસના ગામોમાં તારાજી થઈ જાય તેમ હતી.

પાણીની આવક એટલી વધારે હતી કે દર કલાકે 300 એમસીએફટી કરતા વધુ પાણી છોડાઈ રહ્યું હતું. ડેમની ક્ષમતા 1200 એમસીએફટીની છે પણ આ ડેમ બે વખત ભરાય એટલું 2400 એમસીએફટી કરતા પણ વધુ પાણી એક જ દિવસમાં દરવાજા ખોલીને છોડી દેવાયું હતું. જે રસ્તાના તમામ ગામોમાં થઈને ન્યારી-2 ડેમ તરફ ગયું હતું.

 

Next Video