રાજકોટ જિલ્લામાં કોરોના પ્રતિરોધક વૅક્સીનેશનની કામગીરી તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય વિભાગ દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી સુંદર કામગીરી થકી રાજકોટ જિલ્લામાં વિવિધ તાલુકાના અનેક ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થયેલ છે.
તાલુકા વાઈઝ ધોરાજીના 3, ગોંડલના 7, જામકંડોરણાના 13, જસદણના 7, જેતપુરના 22, કોટડા સાંગાણીના 2, લોધિકાના 5, પડધરીના 15, રાજકોટના 12, ઉપલેટાના 2 તેમજ વીંછિયાના 4 ગામોમાં રસીકરણ 100 ટકા પૂર્ણ થયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
વૅક્સીનેશનમાં રાજયમાં રાજકોટ શહે૨ દ્વિતીય અને જિલ્લો તૃતીય સ્થાને
ડીસેમ્બ૨ સુધીમાં બીજા ડોઝની કામગીરી પૂર્ણ ક૨વા લક્ષ્યાંક : લોધીકા – વિછીંયામાં સૌથી ઓછુ વૅક્સીનેશન : આશા વર્કરો દ્વારા ક્રોસ વેરીફીકેશન શરૂ : પંચાયતોના સ૨પંચો, શિક્ષકો, આશા વર્કરો અને જી.આ૨.ડી.ની મદદ લઈ ૨સીક૨ણ અભિયાન : કલેકટ૨ અરૂણ મહેશ બાબુ
રાજકોટ શહેરમાં 13.91 લાખ અને અને જિલ્લામાં 11.51 લાખથી વધુને રસીકરણ
અત્યાર સુધીમાં બધા મળી શહેર-જિલ્લામાં 25 લાખથી વધુ ડોઝ અપાયા
રાજ્યભરમાં કોરોનાની રસી આપવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સઘન રસીકરણ ઝુંબેશ હેઠળ આજ સુધીમાં રાજકોટ શહેરના 13,91,713 તેમજ જિલ્લામાં 11,51,024 લોકોને વૅક્સીનેશન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં 18 વર્ષથી ઉપરનાં અને 45 વર્ષથી નીચેના 593336ને પ્રથમ ડોઝ, 146488 ને બીજો ડોઝ, 45 થી 60 વર્ષ વચ્ચે 340451ને પ્રથમ તેમજ 210688 ને બીજો ડોઝ, તેમજ ફ્રન્ટ લાઈન વોરિયર્સમાં 33883 ને પ્રથમ અને 28497 લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. અન્ય 20299 ને પ્રથમ તેમજ 18071 ને બીજો ડોઝ મળીને કુલ 13,91,713 લોકોને પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
જયારે જિલ્લામાં 18 વર્ષથી ઉપરનાં અને 45 વર્ષથી નીચેના 4,77,427 ને પ્રથમ ડોઝ, 31722ને બીજો ડોઝ, 45 થી 60 વર્ષ વચ્ચે 388229 ને પ્રથમ તેમજ 196535 ને બીજો ડોઝ, તેમજ ફ્રન્ટ લાઈન વોરિયર્સમાં 20042 ને પ્રથમ અને 15726 લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. અન્ય 11699 ને પ્રથમ તેમજ 9594ને બીજો ડોઝ મળીને કુલ 11,51,024 લોકોને પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
હાલ સુધીમાં રાજકોટ શહેરમાં પ્રથમ તેમજ બીજો ડોઝ મળી 13,91,713 ડોઝ તેમજ જિલ્લામાં 11,51,024 ડોઝ સાથે કુલ 25,42,737 ડોઝ અપાયા હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતા જણાવ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી શરૂ થશે