અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ

|

Sep 21, 2021 | 7:00 AM

અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે અનેક વખત છૂટો છવાયો વરસાદ પડ્યો છે. તેમજઆજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ
Rainy weather in Ahmedabad city heavy rains in areas (File Photo)

Follow us on

ગુજરાતના(Gujarat)અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)શહેરમાં સોમવારથી શરૂ થયેલો વરસાદી(Rain) માહોલ યથાવત છે. જેમાં ગત મોડી રાત્રે અનેક વખત છૂટો છવાયો વરસાદ પડ્યો છે. તેમજ આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ અનેક વિસ્તારોમાં ધીમી ધારે તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં સોમવારે સાંજ બાદ રાત્રે પણ અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. વીજળીના કડાકા-ભડાકા સાથે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં ઝાપટું વરસ્યું હતું.શહેરના SG હાઇવે, બોપલ, સોલા, પ્રહલાદનગર, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર, ગોતા, નારણપુરામાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

તો બીજી તરફ વાડજ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાજેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે…હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર અને દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.મહત્વનું છે કે, રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે.

આ પણ વાંચો : SURAT : કાપડ ઉદ્યોગની હાલત કફોડી, કોરોનાના માર બાદ હવે કોલસા અને કેમિકલના ભાવ આસમાને

આ પણ વાંચો :  ગુજરાતમાં છોટાઉદેપુરમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

 

Published On - 6:58 am, Tue, 21 September 21

Next Article