યાત્રાળુઓને હાલાકી: ડાકોર મંદિરના પ્રવેશદ્વાર પાસે ઢીંચણ સમા વરસાદી પાણી ભરાયા

|

Sep 20, 2021 | 8:59 PM

Kheda: ડાકોર યાત્રાધામમાં રણછોડજી મંદિરના મુખ્ય દરવાજા પાસે વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે શ્રદ્ધાળુઓને તકલીફ વેઠવી પડી હતી.

રાજ્યભરમાં મેઘરાજા ઘણા સમયથી મન મુકીને વરસે છે. આવામાં ઠેર ઠેર પાણી ભરાયાના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં (Dakor Temple) આજે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. યાત્રાધામમાં રણછોડજી મંદિરના મુખ્ય દરવાજા પાસે વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ડાકોર નગરપાલિકાની બેદરકારીને કારણે અવારનવાર સામાન્ય વરસાદમાં (Rain Water) પણ અહિયાં પાણી ભરાઈ જાય છે. આજે વરસાદ વરસતા ઢીંચણ સુધીના પાણી યાત્રાધામમાં ભરાયેલા જોવા મળ્યા હતા.

મંદિરના મુખ્ય દરવાજા પાસે જ પાણી ભરાઈ જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે ધોધમાર વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું. વિડીયોમાં તમે જોઈ શકો છો કેવી રીતે યાત્રાળુઓને તકલીફ પડી રહી છે.

આ સાથે જ તમને જણાવી દઈએ કે રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યાં સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે, બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે.

ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદમાં હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. રાજયમાં હજી 18 ટકા વરસાદી ઘટ છે.

 

આ પણ વાંચો: Kutch: 10000 કરોડના હેરોઇન કેસમાં આરોપી દંપતીના 10 દિવસના રિમાન્ડ, થઇ શકે છે મોટા ખૂલાસા

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં ભારે વરસાદથી સોકેત નદીમાં પૂર આવ્યું, લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ

Next Video