VALSAD : વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાપીમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ

|

Jul 18, 2021 | 9:15 AM

વલસાડ સહીત દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઇ , જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં.

VALSAD: આજે 18 જુલાઈએ વહેલી સવારથી જ વલસાડ સહીત દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઇ , જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં. નાની દમણ ના કોલેજ રોડ, મશાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયાં. વલસાડ જિલ્લાના અનેક ભાગોમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. વાપી માં બે કલાક માં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ઉમરગામ માં 1 ઇંચ અને કપરાડા માં 1.84 ઇંચ વરસાદ નોંધાયો છે. વાપી માં ભારે વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં. ગુંજન વિસ્તારમાં લોકોની દુકાનમાં વરસાદી પાણી ફરી વળ્યા. વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા અને ઝડપી પવન સાથે વરસાદનું આગમન થયું.

Published On - 8:34 am, Sun, 18 July 21

Next Video