આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, ગુજરાતમાં આવતીકાલથી વરસાદનુ જોર ઘટશે

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ વરસાવનારી વરસાદી સિસ્ટમ હવે નબળી પડવાની સાથે અન્યત્ર જતા ગુજરાતમાં આવતીકાલથી વરસાદનુ જોર ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ આકાર પામી રહ્યું છે. આ લો પ્રેશર ગુજરાતમાં વરસાદ વરસાવે તેવી સંભાવના છે. લો પ્રેશરની ગતિવીધી ઉપર હવામાન વિભાગ ધ્યાન […]

આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, ગુજરાતમાં આવતીકાલથી વરસાદનુ જોર ઘટશે
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:49 AM

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ વરસાવનારી વરસાદી સિસ્ટમ હવે નબળી પડવાની સાથે અન્યત્ર જતા ગુજરાતમાં આવતીકાલથી વરસાદનુ જોર ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ આકાર પામી રહ્યું છે. આ લો પ્રેશર ગુજરાતમાં વરસાદ વરસાવે તેવી સંભાવના છે. લો પ્રેશરની ગતિવીધી ઉપર હવામાન વિભાગ ધ્યાન રાખી રહ્યું છે. ગુજરાતમાં આજે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં 47 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા બેથી ત્રણ દિવસમાં જ ચોમાસાના સાત ટકા જેટલો વરસાદ વિવિધ વિસ્તારમાં વરસ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 9:11 am, Thu, 6 August 20