Rain Breaking : ગુજરાતમાં 24 કલાકમાં 125 તાલુકામાં થઇ મેઘમહેર, સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ, જૂઓ Video

|

Jun 26, 2023 | 12:37 PM

ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. પાટણ અને વેરાવળમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભરૂચમાં 2 ઈંચ, સાયલામાં 2 ઈંચ, ધોરાજીમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Rain Breaking : ગુજરાતમાં 24 કલાકમાં 125 તાલુકામાં થઇ મેઘમહેર, સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ, જૂઓ Video

Follow us on

 weather News : ચોમાસાનો (Monsoon 2023) સત્તાવાર ગુજરાતમાં થઈ ગયો છે. ચોમાસાનો પ્રારંભ થવાની સાથે જ ગુજરાતમાં 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. જેમાંથી 25 તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં 5.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. પાટણ અને વેરાવળમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભરૂચમાં 2 ઈંચ, સાયલામાં 2 ઈંચ, ધોરાજીમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો-Bharuch: ભરૂચના નબીપુર બ્રિજ પાસે થયેલી કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો, આ કારણે કરી હતી લૂંટ

અમરેલીમાં 2 ઈંચ, બરવાળામાં 2 ઈંચ, વેરાવળમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગરમાં 1.5 ઈંચ, માંગરોળમાં 1.5 ઈંચ, વાપીમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં 1.5 ઈંચ, કોડીનારમાં 1.5 ઈંચ, અંકલેશ્વરમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી

અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસેલા વરસાદની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 63.62 ટકા વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં 36.27 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં 18.48 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 2.16 ટકા વરસાદ પડયો છે. વાવણીલાયક વરસાદથી ગુજરાતના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી

ચોમાસાનું આગમન થવાની સાથે જ  આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. તો 26 જૂને સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. 27 જૂને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી છે. તો 28 જૂને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

26 જૂને સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.  27 જૂને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય ભારે વરસાદ 27 તારીખે છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પણ વરસાદ થશે. તો 28 જૂને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

28 જૂને ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થશે. સાથે જ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડશે. વાત 29 જૂનની કરીએ તો વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થશે અને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ થશે.  આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:35 am, Mon, 26 June 23

Next Article