Rain Breaking News : હવામાન વિભાગ દ્વારા વરસાદને ફરી એક વાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 3 કલાક રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને 40 km ની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
આ પણ વાંચો : Banaskantha Rain: પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી, જુઓ Video
તો ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા ગાંધીનગર ખેડા, અમદાવાદ ભરૂચ સુરત રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે મહેસાણા,અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, દ્વારકા બોટાદ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરશે તેવી શક્યતા છે. તો આ તરફ કચ્છ અને જામનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. તો આ તરફ પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિભારેની આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની અપીલ કરી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 10:37 am, Sun, 9 July 23