Rain Breaking News : પંચમહાલમાં ભારે વરસાદના પગલે શહેરાથી પાનમડેમ જવાના માર્ગ ઉપર પ્રથમ વાર થયું ભૂસ્ખલન

Landslide In Panchmahal
| Edited By: | Updated on: Sep 18, 2023 | 7:53 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યાં પંચમહાલમાં પણ ભારે વરસાદના પગલે શહેરાથી પાનમડેમ જવાના માર્ગ ઉપર ભૂસ્ખલન થયુ છે. મળતી માહિતી અનુસાર આ પ્રકારનું ભૂસ્ખલન પ્રથમવાર થયુ હોવાનું સામે આવી રહ્યુ છે.

જોધપુર ગામ પાસે ડુંગરો વચ્ચેથી પસાર થતાં માર્ગ ઉપર પાણી સાથે માટી માર્ગ ઉપર ધસી આવી છે. ભારે વરસાદના કારણે માટી અને સાઈડમાં આવેલા વૃક્ષ ધરાશાયી થઈ રોડની બાજુમાં આવી ગયા હોવાનું સામે આવી રહ્યુ છે. હાલ માર્ગ સાંકડો થવા સાથે વાહન વ્યવહાર ચાલુ તો ચાલુ જ છે. પરંતુ વધુ વરસાદ પડે તો માર્ગ બંધ થાય તો માટી ખસેડવી પડે તેવી હાલત સર્જાઈ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:46 am, Mon, 18 September 23