Rahul Gandhi Breaking News : રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, સજા પર રોક લગાવવા માટેની અરજી ફગાવાઈ,જુઓ Video

|

Jul 07, 2023 | 11:35 AM

રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવા માટેની અરજી ફગાવાઈ છે. ગજરાત હાઈકોર્ટે 150 પાનામાં ચુકાદો આપ્યો છે. અને તેમની અરજી ફગાવી દેવામાં આવી છે.

Rahul Gandhi Breaking News : રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, સજા પર રોક લગાવવા માટેની અરજી ફગાવાઈ,જુઓ Video
રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં મોટો ઝટકો

Follow us on

Rahul Gandhi  News : રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવા માટેની અરજી ફગાવાઈ છે. ગજરાત હાઈકોર્ટે 150 પાનામાં ચુકાદો આપ્યો છે. અને તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. રાહુલ ગાંધી માનહાનિના કેસમાં તરફેણ વિરુદ્ધ ચુકાદો આવતા તે  સુપ્રિમમાં કોર્ટમાં જઈ શકે છે. હાઈકોર્ટમાં રાહુલ ગાંધીના લખનઉ કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Rahul Gandhi Breaking News : રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, સજા પર રોક લગાવવા માટેની અરજી ફગાવાઈ

કયા કેસમાં રાહુલ ગાંધીને સજા થઇ ?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાની કેસમાં (Rahul Gandhi) દોષિત જાહેર કરવામાં આવ્યા છે. IPCની કલમ હેઠળ અનુસાર રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન એક વિવાદિત નિવેદન આપવાના બાબતે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. ત્યાં બીજી તરફ રાહુલ ગાંધીના જામીન મંજૂર થયા હતા. 10 હજારના બોન્ડ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જામીન મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાંથી મળ્યો હતો ઝટકો

મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં ( defamation case) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટકને લઈ કરેલી વિવાદાસ્પદ ટીપણીને કરવા માટે ફોજદારી માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાંથી ઝટકો મળ્યો હતો. જો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટમાંથી રાહત મળી હોત તો લોકસભામાં તેમના સંસદસભ્ય પદ ગુમાવવુ ના પડ્યુ હોત.

જો કે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્ય અંગે ગુજરાત હાઈકોર્ટમાં દ્વારા આજે નિર્ણય લઈ શકે છે. માનહાનિના કેસમાં સુરત કોર્ટે ફટકારેલી બે વર્ષની સજામાં રાહુલ ગાંધીને વચગાળાના જામીન મળ્યા છે. જ્યાં સુધી સજા પર સ્ટે માગતી અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધીના જામીન યથાવત રહેશે.

શું છે કલમ 499 અને કલમ 500 ?

મહત્વનું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ કલમ 499 અને કલમ 500 હેઠળ કેસ દાખલ કરાયો હતો. જે હેઠળ 499 હેઠળ દોષિતને જામીનની જોગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે કલમ 500 હેઠળ 2 વર્ષ સુધીની સજાની અથવા દંડ અથવા તો 2 વર્ષની સજા સાથે દંડની જોગવાઈ કરવામાં આવી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 11:05 am, Fri, 7 July 23

Next Article