વિચિત્ર ઘટના ! હડકાયું કૂતરુ કરડેલી ભેંસનું દૂધ પીનાર 35 લોકો રસી લેવા દોડ્યા, જુઓ-Video

ભરૂચ જીલ્લાના જંબુસરમાં આ ઘટના સામે આવી છે અહીં એક પશુપાલકની ભેંસને હડકાયુ કૂતરુ કરડતા ભેંસ અસ્વસ્થ હતી. જે બાદ તેનું મૃત્યુ થયું હતુ. જોકે આ દરમિયાન આ ભેંસનું દૂર પીનારને સાવચેતીના ભાગરુપે ઈન્જેક્શન લેવા પડ્યા છે.

વિચિત્ર ઘટના ! હડકાયું કૂતરુ કરડેલી ભેંસનું દૂધ પીનાર 35 લોકો રસી લેવા દોડ્યા, જુઓ-Video
BHARUCH
| Edited By: | Updated on: Nov 10, 2025 | 2:27 PM

ભરૂચ જીલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ભેંસને કૂતરુ કરડતા હડકવાથી મોત થયું હતુ. જે બાદ આ ભેંસનું દૂધ પીનાર લોકો રસી લેવા હોસ્પિટલમાં દોડ્યા છે. આ તમામ લોકોને તેમને પણ કદાચ હડકવા ન થઇ જાય તેનો ડર છે. ડરના કારણે આ તમામ હોસ્પિટલમાં દોડી ગયા છે.

ભેંસનું હડકવાથી મોત, દૂધ પીનાર લોકો રસી લેવા પહોંચ્યા

ભરૂચ જીલ્લાના જંબુસરમાં આ ઘટના સામે આવી છે અહીં એક પશુપાલકની ભેંસને હડકાયુ કૂતરુ કરડતા ભેંસ અસ્વસ્થ હતી. જે બાદ તેનું મૃત્યુ થયું હતુ. જોકે આ દરમિયાન આ ભેંસનું દૂર પીનારને સાવચેતીના ભાગરુપે ઈન્જેક્શન લેવા પડ્યા છે.

35 લોકો એ રસી લીધી

અત્યાર સુધી આપણે શ્વાન કરડવા બાદ રસી લેતા લોકોને જોયા છે પરંતુ જંબુસરમાં ભેંસનું દૂધ પીધા બાદ હડકવાની રસી લેવા દોડધામ મચાવી હતી. કારણ કે જે ભેંસનું દૂધ લોકોએ પીધુ તેને શ્વાન કરડવાથી હડકવા થયો હતો અને તે જ કારણે ભેંસનું મોત પણ થયું હતુ. જે લોકે એ ભેંસનું દૂધ પીધુ હતુ તેમને ભેંસને હડકવા થયો હોવાનું માલુમ પડતા 35 લોકો રસી લેવા આરોગ્ય કેન્દ્ર દોડી ગયા હતા.

મળતી માહિતી અનુસાર આ ભેંસને થોડા સમય અગાઉ હડકાયુ કૂતરુ કરડ્યું હતુ. જેના પગલે ભેંસમાં હડકવાની મૃત્યુ પણ થયુ. પણ હવે 35 જેટલા લોકો ડરના માર્યા હડકવા તેમને ના થાય તે માટે રસી લેવા પહોંચી ગયા હતા.

જો હડકવાના લક્ષણ ના હોય તો રસીની આડઅસર થાય ?

મળતી માહિતી મુજબ હડકવાના લક્ષણ અંગેની આશંકા હોય જેમ આ કેસમાં બન્યું છે કે ભેંસને હડકવા હતો તો દૂધ પીનાર માણસોને પણ થશે કે કેમ આવા કિસ્સામાં બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે અને તે બાદ ડોક્ટર દ્વારા રસી આપવામાં આવે છે. આ કિસ્સામાં પણ બુસ્ટર ડોઝ આપવામા આવ્યા છે. જો કે  તબીબ દ્વારા હડકવાની વેક્સિન આપવામાં આવી કે કેમ તેની જાણકારી હજુ પ્રાપ્ત થઇ નથી.

આજનું હવામાન : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચ્યુ, જાણો તમારા શહેરનું તાપમાન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 12:58 pm, Mon, 10 November 25