Gujarati NewsGujaratPulwama attack surat ma pakistan ane atankawad no awo virodh kyarey nai joyo hoy
ડાયમંડ સીટી સુરતમાં પાકિસ્તાનનો જે વિરોધ થયો છે તે તમે ક્યાંય નહીં જોયો હોય !, જુઓ Pics
પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે..ત્યારે આજે સુરતમાં પાકિસ્તાનનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો. સુરતના સોનિફળિયા વિસ્તારમાં સ્થાનિકોએ રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ દોર્યો હતો અને પછી તેની સાથે જે કર્યું એવો વિરોધ બીજે કશે થયો નહિ હોય. સ્થાનિકોએ રસ્તા પર પાકિસ્તાનના દોરેલા ઝંડા પર કૂતરાઓને ચલાવ્યા,બાળકો પાસે પેશાબ કરાવી, જુતા […]
Follow us on
પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે..ત્યારે આજે સુરતમાં પાકિસ્તાનનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો. સુરતના સોનિફળિયા વિસ્તારમાં સ્થાનિકોએ રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ દોર્યો હતો અને પછી તેની સાથે જે કર્યું એવો વિરોધ બીજે કશે થયો નહિ હોય.
સ્થાનિકોએ રસ્તા પર પાકિસ્તાનના દોરેલા ઝંડા પર કૂતરાઓને ચલાવ્યા,બાળકો પાસે પેશાબ કરાવી, જુતા ચપ્પલથી ફટકારવામાં આવ્યા. લોકોનો આ રોષ વ્યાજબી પણ હતો
પાકિસ્તાન કે જે આતંકીઓનો અડ્ડો બની ગયો છે તેને આ વખતે તમામ હદ વટાવીને દેશના જવાનો પર કાયરતાભર્યો હુમલો કર્યો છે..ત્યારે સૌ કોઈ પોતાની રીતે વિરોધ દર્શાવીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માંગ કરી રહ્યું છે.
છેલ્લા ઘણાં દિવસોથી સુરત સહિત સમગ્ર રાજ્યામાં પાકિસ્તાન અને આતંકવાદ વિરોધ ચાલી રહ્યું છે. જેમાં ઠેર ઠેર લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પુલાવામાની ઘટના બાદ સમગ્ર દેશમાં રોષ વધી રહો છે. ત્યારે સુરતમાં ફરી એક વખત ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.