વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાના સમાચાર સામે આવ્યા છે. યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા હીરા બાના સ્વાસ્થ્ય અંગેનું બુલેટિન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. હીરા બાની તબિયત થોડી નાદુરસ્ત હોવાના પગલે વહેલી સવારે તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે હાલ તેમની તબિયત સ્થિત છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબા 100 વર્ષ પૂર્ણ કર્યા છે. હીરા બાએ આ વર્ષે જૂન મહિનામાં જ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમની ઊંમરના કારણે તેમની તબિયત નાદુરસ્ત થતા તેમની વહેલી સવારે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાના સ્વાસ્થ્યના સમાચાર સાંભળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા
PM મોદીના માતાના સ્વાસ્થ્યના સમાચાર સાંભળતા જ એક પછી એક ધારાસભ્યો યુ એન મહેતા હોસ્પિટલમાં તેમના ખબર અંતર પુછવા આવી રહ્યા છે. અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. હોસ્પિટલમાં હાલમાં બહારથી આવનાર કોઇ પણ વ્યક્તિને જવા દેવામાં નથી આવી રહ્યા. જે પણ વ્યક્તિ હોસ્પિટલમાં જઇ રહ્યા છે તેમનું ચેકિંગ કર્યા બાદ જ તેમને હોસ્પિટલમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે.
PM મોદી બપોરે 2 કલાક સુધીમાં હોસ્પિટલમાં પહોંચે તેવી સંભાવના છે. વડાપ્રધાનના આગમનની શક્યતાના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર પણ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.
આ પહેલા 2016માં PM નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા એટલું જ નહિ હોસ્પિટલના જનરલ બોર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઇ હતી. તેમને 108 માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પિટલ લઇ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયા હતા.
હીરાબાનો જન્મ 18 જૂન, 1923ના રોજ થયો હતો. હીરાબેન મોદીએ 18 જૂન 2022માં તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. હીરા બા અત્યાર સુધી ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પંકજભાઈ સાથે ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગ્લોઝ-2માં રહે છે.આ વર્ષે પણ PM મોદી તેમના માતાના જન્મદિને આશીર્વાદ લેવા માટે ગાંધીનગર રાયસણ સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતાના ચરણ પખાલ્યા હતા. તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 1:04 pm, Wed, 28 December 22